April 2, 2026
ક્રાઈમ

કચ્છ : વરસામેડીમાં પૂર્વ કચ્છ LCBની મોટી કાર્યવાહી : ઓરડીમાં ગુપ્ત ભોંયરૂ બનાવી છુપાવેલો લાખોનો દારૂ ઝડપાયો... 

01:49:00 PM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>કચ્છ : વરસામેડીમાં પૂર્વ કચ્છ LCBની મોટી કાર્યવાહી :</strong></span> ઓરડીમાં ગુપ્ત ભોંયરૂ બનાવી છુપાવેલો લાખોનો દારૂ ઝડપાયો... </p>

પૂર્વ કચ્છમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે, ત્યારે પૂર્વ કચ્છ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે અંજાર તાલુકાના વરસામેડી સીમ વિસ્તારમાં એક મોટી કાર્યવાહી હાથ ધરીને દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં બુટલેગરોની દારૂ છુપાવવાની અનોખી અને ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. વરસામેડી સીમમાં આવેલી એક ઓરડીમાં તલાશી લેતા પોલીસને પ્રથમ દ્રષ્ટિએ કંઈ શંકાસ્પદ જણાયું નહોતું, પરંતુ ઝીણવટભરી તપાસ કરતા ઓરડીની અંદર એક અન્ડર ગ્રાઉન્ડ ભોંયરૂ બનાવી દેવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ ગુપ્ત ભોંયરામાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડીને રાખવામાં આવ્યો હતો, જેને જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

પોલીસે આ ઓરડીમાં બનાવેલા ગુપ્ત ભોંયરામાંથી અંદાજે 8.64 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. દારૂબંધીના કાયદાનો ભંગ કરીને આટલી મોટી માત્રામાં જથ્થો ઉતારવામાં આવ્યો હોવાથી પોલીસે તાત્કાલિક અસરથી મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ તેજ કરી છે. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ જેટલા આરોપીઓ સામે ગુન્હો નોંધી તેમને કાયદાના સકંજામાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ સફળ કામગીરીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

પૂર્વ કચ્છ LCB દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી દારૂના વેપલા પર મોટો પ્રહાર થયો છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.