April 1, 2026
આંતરરાષ્ટ્રીય ખબરો

વતન તો આવ્યા પણ જીવતા નહીં... મિડલ-ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ લઈને કુવૈતથી વિમાન કેરળ પહોંચ્યું... 

10:27:00 AM
Save
Apr 1, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>વતન તો આવ્યા પણ જીવતા નહીં... </strong></span>મિડલ-ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ લઈને કુવૈતથી વિમાન કેરળ પહોંચ્યું... </p>

કુવૈતમાં વિવિધ દુર્ઘટનાઓ અને કારણોસર જીવ ગુમાવનારા 20 ભારતીયોના પાર્થિવ દેહ આખરે લાંબી રાહ જોયા બાદ મંગળવારે એક વિશેષ વિમાન દ્વારા કેરળના કોચી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા છે. આ સમાચાર માત્ર આંકડા નથી, પરંતુ 20 પરિવારોની આશા અને તેમના સ્વજનોની છેલ્લી મુલાકાતની આતુરતાનો અંત છે. ઉલ્લેખનીય છે કે મધ્ય-પૂર્વ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને અશાંતિને કારણે વિમાની સેવાઓમાં મોટા પાયે વિક્ષેપ પડ્યો હતો, જેના પરિણામે આ મૃતદેહોને ભારત લાવવામાં ઘણો વિલંબ થયો હતો. જોકે, આ મૃત્યુને સીધી રીતે યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ યુદ્ધની આડઅસરને કારણે સર્જાયેલી લોજિસ્ટિકલ સમસ્યાઓએ પરિવારોની પીડામાં વધારો કર્યો હતો.

કુવૈત એરવેઝની વિશેષ ફ્લાઇટ KU5632 એ કોલંબો થઈને કોચીમાં લેન્ડિંગ કર્યું હતું, જેમાં એક પણ જીવંત મુસાફર સવાર નહોતો; આ આખી ફ્લાઇટ માત્ર વતનની માટી માટે તરસતા આ 20 ભારતીયોના પાર્થિવ દેહ લાવવા માટે જ ઓપરેટ કરવામાં આવી હતી. એરપોર્ટ પર વિમાન ઉતરતા જ વાતાવરણ ગમગીન બની ગયું હતું અને એરપોર્ટ પ્રશાસન દ્વારા તમામ કાયદેસરની પ્રક્રિયાઓ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી.

એરપોર્ટ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે વિમાન ઉતરતાની સાથે જ તમામ 20 મૃતદેહોને તેમના વતન મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. મોટાભાગના મૃતકો કેરળના કોઝિકોડ, અલાપ્પુઝા અને કોટ્ટાયમ જિલ્લાના રહેવાસી હતા. વધુમાં, કેટલાક મૃતદેહોને રોડ માર્ગે તમિલનાડુ મોકલવાના છે, જેના માટે એમ્બ્યુલન્સ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ પહેલાથી જ કરવામાં આવી છે.

કુવૈતમાં ફસાયેલા આ મૃતદેહોને સ્વદેશ મોકલવાની પ્રક્રિયા લાંબા સમયથી બાકી હતી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે કુવૈતથી હવાઈ સેવાઓ પ્રભાવિત થઈ હતી, જેના કારણે આ વિલંબ થયો હતો.

તમામ મૃતદેહોને સન્માનપૂર્વક તેમના વતનના ગામોમાં મોકલી આપવામાં આવ્યા હતા. લાંબા સમયથી લંબિત આ મામલો આખરે ઉકેલાતા હવે પરિવારો તેમના સ્વજનોના અંતિમ સંસ્કાર કરી શકશે.