April 2, 2026
ભારત

લખપતિ દીદી, મહિલાઓને 3 હજાર રૂપિયા અને 2 લાખ નોકરીઓ... અસમ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું ઘોષણાપત્ર જાહેર

01:55:00 PM
Save
Mar 31, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">લખપતિ દીદી, મહિલાઓને 3 હજાર રૂપિયા અને 2 લાખ નોકરીઓ..</span>. અસમ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું ઘોષણાપત્ર જાહેર</p>

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 2026ની અસમ વિધાનસભા ચૂંટણી માટે ઘોષણાપત્ર જાહેર કર્યું છે. આ ઘોષણાપત્રમાં મહિલાઓને મોટી સોગાત આપવામાં આવી છે. 

મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જાહેર કર્યું કે,‘અરુણોદય’ યોજના હેઠળ મહિલાઓને મળતી માસિક સહાયને વધારીને 3,000 રૂપિયા કરવામાં આવશે. આ ઉપરાંત ‘લખપતિ દીદી’ યોજના અંતર્ગત 40 લાખ મહિલાઓને લખપતિ બનાવવા માટે દરેકને 25,000 રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું છે.

મુખ્ય વાયદાઓ:
- આગામી 5 વર્ષમાં 2 લાખ નોકરીઓ આપવી
- અસમમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવી (આદિવાસી અને છઠ્ઠી અનુસૂચિ વિસ્તારોને બાદ કરતાં)
- ‘લવ જિહાદ’ વિરુદ્ધ કડક કાર્યવાહી
- અસમને બાઢમુક્ત બનાવવા માટે પ્રથમ 2 વર્ષમાં 18,000 કરોડ રૂપિયાનો ખર્ચ
- દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ, એક યુનિવર્સિટી અને એક એન્જિનિયરિંગ કોલેજ

અમે અસમને સૌથી ચમકતું રાજ્ય બનાવવા માંગીએ છીએ
મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું, “અમે અસમને સૌથી ચમકતું રાજ્ય બનાવવા માંગીએ છીએ. અમે એક આધારિત રાજ્ય નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપતું રાજ્ય બનાવવા માંગીએ છીએ.” ઘોષણાપત્રમાં કુલ 31 વાયદાઓ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ, સર્બાનંદ સોનોવાલ અને અસમ ભાજપ અધ્યક્ષ દિલીપ સૈકિયા પણ હાજર રહ્યા હતા.

અસમ વિધાનસભાની 126 બેઠકો માટે મતદાન 9 એપ્રિલ, 2026ના રોજ એક જ તબક્કામાં થશે અને મતગણતરી 4 મે, 2026ના રોજ થશે.