April 8, 2026
ગુજરાત

સાવધાન: સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર આચરતા પહેલા સો વાર વિચારજો, લખતરમાં નાયબ મામલતદાર વતી લાંચ લેતો પ્યુન રંગેહાથ ઝડપાયો... 

09:23:00 AM
Save
Apr 8, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સાવધાન: સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર આચરતા પહેલા સો વાર વિચારજો, </strong></span>લખતરમાં નાયબ મામલતદાર વતી લાંચ લેતો પ્યુન રંગેહાથ ઝડપાયો... </p>

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં વહીવટી તંત્રની છબી ખરડાય તેવી એક ઘટના સામે આવી છે, જેમાં ભ્રષ્ટાચારના નાબૂદી માટે કાર્યરત એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ ગોઠવીને બે લાંચિયા સરકારી બાબુઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

આ કેસની વિગત એવી છે કે એક જાગૃત નાગરિકના પિતાએ લખતર તાલુકાના વડલા ગામે ખેતીની જમીન વેચાણથી રાખી હતી. આ જમીનની માલિકી હક્ક ટ્રાન્સફર કરવા માટેની નોંધ પ્રમાણિત કરાવવી અત્યંત આવશ્યક હોય છે. જોકે, આ કાયદેસરની કામગીરી પૂર્ણ કરવા માટે મામલતદાર કચેરીના કર્મચારીઓએ સત્તાનો દુરુપયોગ કરી નાણાંની અપેક્ષા રાખી હતી. આઉટ સોર્સ પ્યુન તરીકે ફરજ બજાવતા કનકસિંહ વાધુભા ઝાલાએ ફરિયાદીને જણાવ્યું હતું કે સર્કલ સાહેબના કહેવા મુજબ આ નોંધ પ્રમાણિત કરવાના બદલામાં રૂ.50,000 આપવા પડશે. લાંબી રકઝક અને વાતચીત બાદ આ રકમ રૂ. 30,000 નક્કી કરવામાં આવી હતી, પરંતુ જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર ACBનો સંપર્ક સાધ્યો હતો.

ફરિયાદીની રજૂઆતને આધારે ACBની ટીમ દ્વારા તાત્કાલિક છટકું ગોઠવવામાં આવ્યું હતું. ગઈકાલે તારીખ 07 એપ્રિલ 2026ના રોજ લખતર મામલતદાર કચેરી ખાતે જ્યારે ફરિયાદી પહોંચ્યા ત્યારે આરોપી પ્યુન કનકસિંહ ઝાલા અને નાયબ મામલતદાર (મહેસૂલ વિભાગ) જયદિપસિંહ હનુભા પરમાર સાથે તેમની હેતુલક્ષી વાતચીત થઈ હતી. આ દરમિયાન આરોપીઓએ અગાઉ નક્કી કર્યા મુજબ લાંચની પ્રથમ હપ્તા તરીકે રૂ. 20,000ની માંગણી કરી હતી. નાયબ મામલતદાર જયદિપસિંહે પ્યુન કનકસિંહને નાણાં સ્વીકારી લેવા ઈશારો કર્યો હતો, જે બાદ પ્યુને ફરિયાદી પાસેથી રૂ. 20,000ની રોકડ રકમ સ્વીકારી હતી. બરાબર આ જ સમયે ACBના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. પટેલ અને તેમની ટીમે ત્રાટકીને બંને આરોપીઓને લાંચની રકમ સાથે ઝડપી પાડ્યા હતા.

આ સમગ્ર કાર્યવાહી ACB રાજકોટ એકમના મદદનીશ નિયામક જે.ડી. મેવાડાના સુપરવિઝન હેઠળ અને ઇન્ચાર્જ અધિકારી નાયબ નિયામક બલદેવસિંહ વાધેલાના માર્ગદર્શનમાં પૂર્ણ કરવામાં આવી હતી. આરોપીઓએ પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને જમીન નોંધણી જેવા મહત્વના કામમાં નાગરિકો પાસેથી નાણાં પડાવવાની કોશિશ કરી હોવાથી તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ ટ્રેપને પગલે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ACBએ રૂ. 20,000ની લાંચની રકમ રિકવર કરી લીધી છે અને હાલમાં બંને આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે, જેમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.