April 8, 2026
હેલ્થ

ચેતી જજો! લિવર ડેમેજ થશે પણ તમને ભણક પણ નહીં લાગે, આજે જ તપાસો આ ચેતવણીરૂપ સંકેતો...

12:29:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ચેતી જજો! </strong></span>લિવર ડેમેજ થશે પણ તમને ભણક પણ નહીં લાગે, <strong>આજે જ તપાસો આ ચેતવણીરૂપ સંકેતો...</strong></p>

શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક ગણાતું લિવર ખરેખર એક 'સાઇલન્ટ વર્કર' છે, જે પોતાની તકલીફોને ત્યાં સુધી જાહેર નથી કરતું જ્યાં સુધી સ્થિતિ કાબૂ બહાર ન વઈ જાય. આધુનિક જીવનશૈલીમાં જંક ફૂડનો અતિરેક, બેઠાડું જીવન, દારૂનું સેવન અને વધતું જતું મેદસ્વીપણું લિવર પર અસહ્ય દબાણ પેદા કરે છે. આશ્ચર્યની વાત એ છે કે લિવર પોતાની ક્ષમતાના 70 થી 80 ટકા સુધી ક્ષતિગ્રસ્ત ન થઈ જાય ત્યાં સુધી કોઈ ખાસ ગંભીર લક્ષણો બતાવતું નથી. આનું મુખ્ય કારણ લિવરની અદભૂત 'રીજનરેશન' શક્તિ છે. જો લિવરનો થોડો ભાગ પણ સુરક્ષિત હોય, તો તે પોતાની કાર્યક્ષમતા વધારીને આખા શરીરનું કામ સંભાળી લે છે, જેના કારણે વ્યક્તિને અંદરની ખરાબીનો અહેસાસ પણ થતો નથી.

લિવરમાં સીધો દુખાવો અનુભવવા માટેની જ્ઞાનતંતુઓ હોતી નથી, પરિણામે જ્યારે લિવર સોજાને કારણે ફૂલે છે અને તેની બહારની સપાટી પર દબાણ આવે છે ત્યારે જ દુખાવો થાય છે, જે ઘણીવાર ઘણું મોડું થઈ ગયું હોવાનું સૂચવે છે. શરીર દ્વારા અપાતા પ્રારંભિક સંકેતો વિશે વાત કરીએ તો, સતત રહેતો થાક એ સૌથી પહેલી ચેતવણી છે. જ્યારે લિવર ચયાપચયની ક્રિયાને યોગ્ય રીતે મેનેજ નથી કરી શકતું, ત્યારે શરીરમાં ઊર્જાનું સ્તર ઘટી જાય છે અને વ્યક્તિ સામાન્ય કામમાં પણ હાંફી જાય છે કે સુસ્તી અનુભવે છે. ઘણીવાર લોકો આને કામના ભારણનો થાક માનીને અવગણે છે, જે લિવરની ગંભીર બીમારીનું શરૂઆતનું પગથિયું હોઈ શકે છે.

તેવી જ રીતે, ભૂખમાં અચાનક ઘટાડો થવો અથવા સવારના સમયે ઉબકા અને ઉલટી જેવું લાગવું એ પણ લિવરની નબળાઈ સૂચવે છે. આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે લિવર પાચન માટે જરૂરી 'બાઈલ' રસને યોગ્ય રીતે સ્ત્રાવ કરી શકતું નથી. પેટના જમણા ભાગમાં પાંસળીઓની નીચે અનુભવાતો ભાર કે હળવો દુખાવો પણ ગેસ કે અપચો સમજીને નજરઅંદાજ ન કરવો જોઈએ, કારણ કે તે લિવરના સોજાની નિશાની હોઈ શકે છે.

ત્વચા અને મળના રંગમાં થતા ફેરફારો લિવરની તબિયતનો અરીસો ગણાય છે. જ્યારે લિવર લોહીમાંથી 'બિલિરૂબિન' સાફ કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તે ત્વચાની નીચે જમા થવા લાગે છે અને સતત ખંજવાળની સમસ્યા પેદા કરે છે. ઉપરાંત, જો મળનો રંગ સામાન્ય ભૂરાને બદલે માટી જેવો ફીકો કે સફેદ દેખાવા લાગે, તો સમજી લેવું જોઈએ કે પિત્ત નળીમાં અવરોધ છે અથવા લિવર ગંભીર જોખમમાં છે.

લિવરને સુરક્ષિત રાખવા માટે માત્ર ડોક્ટરની સલાહ મુજબની દવાઓ, સંતુલિત આહાર, નિયમિત કસરત અને વ્યસનોથી દૂર રહેવું જ એકમાત્ર ઉપાય છે. જો તમે આ નાના લાગતા સંકેતોને વહેલા ઓળખી લો, તો લિવર ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર સ્થિતિથી બચી શકાય છે અને અંગને ફરીથી સ્વસ્થ કરી શકાય છે.