April 1, 2026
વ્યાપાર

ગેસના ભાવે તોડ્યા રેકોર્ડ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આટલાં રૂપિયાનો વધારો ઝીંકાયો, જાણો શું છે લેટેસ્ટ રેટ?

09:08:00 AM
Save
Apr 1, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ગેસના ભાવે તોડ્યા રેકોર્ડ,</strong></span> કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આટલાં રૂપિયાનો વધારો ઝીંકાયો, <strong>જાણો શું છે લેટેસ્ટ રેટ?</strong></p>

નવા મહિનાનાં પ્રારંભે જ મોંઘવારીનો આકરો ડામ લાગ્યો છે, જેમાં મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ભારતીય બજાર અને સામાન્ય જનતાના ખિસ્સા પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ ઉછાળાને પગલે સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 195.50નો મસમોટો વધારો ઝીંકી દીધો છે. આ ભાવવધારો આજથી જ અમલી બનતા વેપારીઓ, હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે સતત વધી રહેલા ઈંધણના ભાવને કારણે હવે બહાર જમવું કે અન્ય વ્યવસાયિક સેવાઓ મોંઘી થવાની પૂરેપૂરી શક્યતા છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઈનમાં મોટો વિક્ષેપ પડ્યો છે, જેના પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં લગભગ 50 ટકા જેટલો ધરખમ વધારો નોંધાયો છે. આ આર્થિક દબાણને પહોંચી વળવા માટે ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી તેલ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી સમીક્ષાના ભાગરૂપે કોમર્શિયલ ગેસના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં હવે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને રૂ. 2,078.50 પર પહોંચી ગઈ છે, જે અગાઉના મહિનાઓમાં થયેલા વધારા કરતા ઘણો મોટો ઉછાળો સૂચવે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 1 માર્ચના રોજ પણ કિંમતોમાં રૂ. 114.5નો વધારો કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે ઉર્જા સંકટને કારણે કિંમતો સતત ઉપર જઈ રહી છે.

આ ભારે ભાવવધારા વચ્ચે ઘરવપરાશના ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા મધ્યમ વર્ગના પરિવારો માટે હાલ પૂરતી રાહતના સમાચાર એ છે કે 14.2 કિલોના ઘરેલું LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ઘરેલું સિલિન્ડર હજુ પણ રૂ. 913 પર સ્થિર છે, જેમાં છેલ્લે 7 માર્ચના રોજ રૂ. 60નો વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ, વાહનચાલકો માટે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલ યથાવત રાખવામાં આવ્યા છે, જે ગયા વર્ષે માર્ચમાં કરાયેલા રૂ. 2ના ઘટાડા બાદ હજુ પણ સ્થિર સ્તરે છે. જોકે, કોમર્શિયલ ગેસના ભાવમાં થયેલો આ અસહ્ય વધારો પરોક્ષ રીતે મોંઘવારીમાં વધારો કરશે, કારણ કે ખાદ્ય પદાર્થો અને કેટરિંગ ક્ષેત્રના ખર્ચમાં વધારો થતા તે બોજ અંતે તો ગ્રાહકો પર જ આવવાની ભીતિ સેવાઈ રહી છે.