April 8, 2026
ક્રાઈમ

હાથ-પગ બાંધ્યા, મોઢે ડૂચો દીધો અને માનવતા મરી પરવારી: લખનઉની નિર્માણાધીન બિલ્ડિંગમાં નરાધમોનું તાંડવ

12:00:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>હાથ-પગ બાંધ્યા, મોઢે ડૂચો દીધો </strong></span>અને માનવતા મરી પરવારી: લખનઉની નિર્માણાધીન બિલ્ડિંગમાં નરાધમોનું તાંડવ</p>

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના આશિયાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સેક્ટર-એમમાં મંગળવારે સાંજે ભારે વરસાદ દરમિયાન આશરો લેવા ઉભેલી એક સગીર કિશોરી સાથે એક નિર્માણાધીન બિલ્ડિંગમાં પાંચ મજૂરોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આરોપીઓએ કિશોરીના હાથ-પગ બાંધી અને મોઢામાં કપડું ઠૂંસીને આ ભયાનક કૃત્ય કર્યું હતું. પીડિતા નજીકના એક ઘરમાં બેબીસીટર તરીકે કામ કરતી હતી. મંગળવારે સાંજે જ્યારે તે કામ પર જઈ રહી હતી, ત્યારે અચાનક ભારે વરસાદ શરૂ થતાં તે બચવા માટે એક નિર્માણાધીન બિલ્ડિંગમાં ઊભી રહી હતી.

આ તકનો લાભ ઉઠાવી ત્યાં કામ કરતા એક મજૂરે તેને બળજબરીથી અંદર ખેંચી લીધી હતી, જ્યારે તેના અન્ય સાથીદારો બહાર ચોકી કરવા ઉભા રહી ગયા હતા. ઘટનાની ગંભીરતા ત્યારે સામે આવી જ્યારે પીડિતાએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો. નરાધમોએ તેના પર હુમલો કરી, તેના હાથ-પગ દોરડાથી બાંધી દીધા હતા જેથી તે ભાગી ન શકે. તેની ચીસો કોઈ સાંભળી ન શકે તે માટે આરોપીઓએ તેના મોઢામાં કપડાનો ડૂચો મારી દીધો અને વારાફરતી તેની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ હચમચાવતી ઘટના બાદ પીડિતા ગંભીર હાલતમાં મળી આવી હતી.

જે મહિલાના ઘરે કિશોરી કામ કરતી હતી, તેણે કિશોરી સમયસર ન પહોંચતા શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી નિર્માણાધીન બિલ્ડિંગની તપાસ કરવામાં આવતા, કિશોરી ત્રીજા માળે અત્યંત વ્યથિત અને લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. સ્થાનિક રહીશોએ બિલ્ડિંગની છત પર છુપાયેલા પાંચ મજૂરોને ઝડપી લીધા હતા અને પોલીસને હવાલે કરતા પહેલા તેમને મેથીપાક પણ ચખાડ્યો હતો. પોલીસે આ મામલે સામૂહિક દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ પીડિતાનું નિવેદન નોંધીને આ કેસમાં વધુ પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે.