April 1, 2026
ગુજરાત

માધવપુર ઘેડ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2026: દરિયાના મોજાં વચ્ચે રમતવીરો મચાવશે ધૂમ, મેળાના આકર્ષણમાં થયો વધારો

04:37:00 PM
Save
Mar 26, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>માધવપુર ઘેડ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2026:</strong></span> દરિયાના મોજાં વચ્ચે રમતવીરો મચાવશે ધૂમ, મેળાના આકર્ષણમાં થયો વધારો</p>

સૌરાષ્ટ્રના મિની કુંભ ગણાતા અને ભગવાન શ્રીકૃષ્ણ-રુક્ષ્મણીજીના પવિત્ર વિવાહના સાક્ષી એવા માધવપુર ઘેડના મેળામાં આ વર્ષે સાંસ્કૃતિક વારસાની સાથે રમતગમતનો અદભૂત સંગમ જોવા મળશે. પ્રવાસન અને રમતગમત વિભાગ દ્વારા માધવપુરના નયનરમ્ય દરિયાકિનારે કાલથી માર્ચથી 30 માર્ચ  દરમિયાન ભવ્ય 'બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં ગુજરાતના ખૂણે-ખૂણેથી 650થી વધુ ખેલાડીઓ ઉમટી પડશે અને બીચ ફૂટબોલ, કબડ્ડી તથા પરંપરાગત કુસ્તી જેવી રમતોમાં પોતાનું કૌવત બતાવશે, જે મેળામાં આવતા પ્રવાસીઓ માટે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

ગુજરાતના પોરબંદર જિલ્લામાં પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા માધવપુર ઘેડનો મેળો દર વર્ષે ચૈત્ર માસમાં ભવ્ય રીતે યોજાય છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની પરંપરાગત ઉજવણી સાથે આ વર્ષે મેળામાં નવું આકર્ષણ ઉમેરાયું છે. પ્રવાસીઓને સાંસ્કૃતિક વારસાની સાથે રમતગમતનો આનંદ આપવા માટે માધવપુરના નયનરમ્ય દરિયાકિનારે 'બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ'નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત  તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે 650થી વધુ ખેલાડીઓ આ ફેસ્ટિવલમાં પોતાની આવડત બતાવવા માટે માધવપુર ખાતે ઉમટી પડશે. આટલી મોટી સંખ્યામાં રમતવીરોની હાજરીને કારણે માધવપુરનો દરિયાકિનારો રમતગમતના મહાકુંભ જેવો માહોલ ધારણ કરશે. ફેસ્ટિવલ દરમિયાન અનેક રોમાંચક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રેક્ષકો માટે મનોરંજન પૂરું પાડશે. આ સ્પર્ધાઓમાં બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, 100 મીટરની દોડ અને નાળિયેર ફેંક જેવી આધુનિક અને લોકપ્રિય રમતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રની ઓળખ સમાન પરંપરાગત અખાડા કુસ્તીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.  પોરબંદરથી 46 કિમી દૂર આવેલું માધવપુર ગામ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના પવિત્ર મિલન અને લગ્નનું સાક્ષી મનાય છે.

ભગવાનની લગ્નકથા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રવાસીઓને ભક્તિ અને કલાના રંગે રંગશે, આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મેળામાં આવતા પ્રવાસીઓ અને ખેલાડીઓ માટે પ્રાથમિક સુવિધાઓ, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાના આયોજન માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધવામાં આવ્યું છે. હાલમાં સમગ્ર માધવપુર પંથક આ ઉત્સવને વધાવવા માટે થનગની રહ્યો છે.