April 1, 2026
ગુજરાત

માધવપુર ઘેડમાં ગુંજશે મંગળ ગીતો: રુકમણીજીના પિયર પક્ષ દ્વારા ભગવાનને લગ્નનો વિધિવત પ્રસ્તાવ મોકલાશે

11:03:00 AM
Save
Mar 30, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>માધવપુર ઘેડમાં ગુંજશે મંગળ ગીતો: </strong></span>રુકમણીજીના પિયર પક્ષ દ્વારા ભગવાનને લગ્નનો વિધિવત પ્રસ્તાવ મોકલાશે</p>

માધવપુર ઘેડ ખાતે સદીઓ જૂની સનાતન પરંપરા મુજબ આજે ભગવાન માધવરાય અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગનો વિધિવત પ્રારંભ થયો છે. દાયકાઓથી ચાલતી આવતી આ ધાર્મિક વિધિ આજે એક ભવ્ય લોક ઉત્સવમાં પરિવર્તિત થઈ ગઈ છે, જેના સાક્ષી બનવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર અને દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે. રુક્ષ્મણીજીના પિયર પક્ષ અને મંદિરના પૂજારીઓ દ્વારા માધવરાયજીના મંદિરે લગ્નનો વિધિવત પ્રસ્તાવ મૂકવામાં આવશે. આ પ્રસ્તાવના સ્વીકાર બાદ કડછા પરિવાર દ્વારા માધવરાયજીનું મામેરુ ભરવામાં આવશે.

મામેરાની વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન માધવરાય લગ્ન માટે ખાસ શણગારેલા રથમાં બિરાજમાન થશે, પરંપરા અનુસાર, રથમાં બિરાજેલા ભગવાન માધવરાયને પોલીસ દ્વારા 'ગાર્ડ ઓફ ઓનર' આપીને સન્માનિત કરવામાં આવશે, આ વિવાહ પ્રસંગમાં એક અનોખી પરંપરા પણ જોડાયેલી છે. રુક્ષ્મણીજીના પરિવાર દ્વારા માધવરાય મંદિરે પાંચ જેટલી 'ગુપ્ત નિશાનીઓ' મોકલવામાં આવશે. જ્યારે ભગવાનનો રથ ચોરી માહ્યરામાં રુક્ષ્મણી મંદિર પહોંચશે, ત્યારે પિયર પક્ષ દ્વારા આ નિશાનીઓની ઓળખ કર્યા બાદ જ લગ્નની આગળની વિધિ અને મંગળ ફેરા શરૂ કરવામાં આવશે.

માધવપુરની પવિત્ર ભૂમિ પર ભગવાનના લગ્નને માણવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગૌધુલિક સમયે યોજાનારા આ દિવ્ય વિવાહ પ્રસંગને નિહાળવા માટે લોકોમાં અનેરો થનગનાટ છે. લોકવાયકા મુજબ, આ એ જ ભૂમિ છે જ્યાં ભગવાને રુક્ષ્મણીજી સાથે લગ્ન વિધિ સંપન્ન કરી હતી, જેને આજે પણ સનાતન ધર્મની શ્રેષ્ઠ પરંપરા તરીકે જીવંત રાખવામાં આવી છે.