April 1, 2026
બોલિવૂડ

હસાવવા માટે તૈયાર છે પણ શું 'ધક-ધક ગર્લ' ડાર્ક કોમેડીથી દર્શકોને ખડખડાટ હસાવી શકશે?

12:56:00 PM
Save
Mar 27, 2026
Share :
<p>હસાવવા માટે તૈયાર છે પણ <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શું 'ધક-ધક ગર્લ' ડાર્ક કોમેડીથી દર્શકોને ખડખડાટ હસાવી શકશે?</strong></span></p>

બોલિવૂડની 'ધક-ધક ગર્લ' માધુરી દીક્ષિત હવે તેના ચાહકોને એક એવા અવતારમાં જોવા મળશે જેની કલ્પના કદાચ કોઈએ કરી નહીં હોય. પોતાની ચાર દાયકાની શાનદાર કારકિર્દીમાં પ્રથમ વખત માધુરી 'ડાર્ક કોમેડી' શૈલીમાં પદાર્પણ કરી રહી છે. દિગ્દર્શક સુરેશ ત્રિવેણીની આગામી ફિલ્મ 'મા બહેન'માં તે એક મધ્યમવર્ગીય માતાના રોલમાં જોવા મળશે, જેમાં તેની સાથે આજના સમયની લોકપ્રિય અભિનેત્રી તૃપ્તિ ડિમરી પણ મુખ્ય ભૂમિકામાં છે. એક સામાન્ય પરિવારના રસોડામાં મળેલી લાશ અને ત્યારબાદ શરૂ થતી હાસ્યની ધમાચકડી વચ્ચે માધુરીનો આ નવો અંદાજ બોક્સ ઓફિસ પર હલચલ મચાવવા તૈયાર છે. 

પોતાની લાંબી ફિલ્મી સફરમાં રોમેન્ટિક અને ગંભીર ભૂમિકાઓ ભજવ્યા બાદ, માધુરી હવે દિગ્દર્શક સુરેશ ત્રિવેણીની આગામી ફિલ્મ 'મા બહેન' દ્વારા પહેલીવાર 'ડાર્ક કોમેડી' શૈલીમાં પદાર્પણ કરી રહી છે. આ ફિલ્મમાં તે એક મધ્યમવર્ગીય માતાના અતરંગી પાત્રમાં જોવા મળશે. પોતાના અનુભવ વિશે વાત કરતા માધુરી દીક્ષિતે જણાવ્યું કે, "મારી અભિનય કારકિર્દીમાં 'મા બહેન' ફિલ્મ અત્યંત મહત્વની સાબિત થશે. મેં પહેલીવાર પ્રોપર કોમેડી રોલ કર્યો છે અને સાથોસાથ મધ્યમવર્ગીય પરિવારની માતાની ભૂમિકા પણ મારા માટે નવો અનુભવ છે."  

ફિલ્મમાં માધુરી દીક્ષિત 'રેખા' નામની માતાનું પાત્ર ભજવે છે, જ્યારે અત્યારની સેન્સેશનલ અભિનેત્રી તૃપ્તિ ડિમરી તેની દીકરી 'જયા'ના રોલમાં છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે આ મધ્યમવર્ગીય પરિવારના રસોડામાં અચાનક એક લાશ જોવા મળે છે આ ગંભીર પરિસ્થિતિમાંથી કેવી રીતે હાસ્ય પેદા થાય છે, તે જોવું રસપ્રદ રહેશે.

દિગ્દર્શક સુરેશ ત્રિવેણીએ માધુરીના વખાણ કરતા કહ્યું કે, માધુરીજી જેવી સિનિયર એક્ટ્રેસ હોવા છતાં તેમણે કોઈ પણ જાતના અહમ વગર 14 વર્કશોપ્સમાં હાજરી આપી હતી. તેમણે પાત્રના લહેકા અને સંવાદો શીખવા માટે એક વિદ્યાર્થીનીની જેમ મહેનત કરી છે, 1984 માં 'અબોધ'થી સફર શરૂ કરનાર માધુરીએ 'તેઝાબ', 'બેટા', 'હમ આપકે હૈ કૌન' જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. હવે 40 વર્ષ પછી તે કોમેડીમાં પોતાનું નસીબ અજમાવી રહી છે, જેથી તેમના ચાહકો માટે ભારે ઉત્સાહ છે.