April 1, 2026
ગુજરાત

મહીસાગર: મહી નદી પરનો તાંતરોલી બ્રિજ 16 દિવસ માટે બંધ

03:28:00 PM
Save
Apr 1, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">મહીસાગર: </span>મહી નદી પરનો તાંતરોલી બ્રિજ 16 દિવસ માટે બંધ</strong></p>

વર્ષો જૂના પુલ જ્યારે સતત ભારે ટ્રાફિક અને કુદરતી પરિબળોનો સામનો કરે છે, ત્યારે તેની માળખાગત મજબૂતી ચકાસવી અનિવાર્ય બને છે. ખાસ કરીને મહી નદી પરનો તાંતરોલી બ્રિજ ચોમાસા દરમિયાન વારંવાર પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે. ત્યારે 'બ્રિજ લોડ ટેસ્ટ' અત્યંત આવશ્યક પ્રક્રિયા છે.

મહીસાગર જિલ્લામાંથી પસાર થતી મહી નદી પર આવેલો ઐતિહાસિક અને જૂનો તાંતરોલી બ્રિજ આજથી તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે સ્થાનિક મુસાફરો અને રાજસ્થાન તરફ જતા વાહનચાલકોને હવે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે.

શા માટે લેવાયો આ નિર્ણય?

બ્રિજની વર્તમાન સ્થિતિ અને તેની મજબૂતીની વૈજ્ઞાનિક તપાસ કરવા માટે તંત્ર દ્વારા 'બ્રિજ લોડ ટેસ્ટ' હાથ ધરવામાં આવ્યો છે. આ ટેસ્ટિંગનો મુખ્ય હેતુ એ ચકાસવાનો છે કે શું આ પુલ ભારે વાહનોની અવરજવર માટે સુરક્ષિત છે. ખાસ કરીને દર વર્ષે ચોમાસામાં આ બ્રિજ ડૂબાણમાં રહેતો હોવાથી તેની આંતરિક રચનાને થયેલ અસરની તપાસ કરવી જરૂરી બની હતી. આ ટેસ્ટિંગ પ્રક્રિયાને પગલે આજથી 16 એપ્રિલ સુધી રાહદારીઓ અને વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

વાહનચાલકોને પડશે હાલાકી

તાંતરોલી બ્રિજ ખાનપુર અને કડાણા તાલુકાને જોડવાની સાથે રાજસ્થાન રાજ્યમાં પ્રવેશવા માટેનો એક મહત્વનો કડીરૂપ માર્ગ છે. બ્રિજ બંધ રહેવાના 16 દિવસ દરમિયાન વાહનચાલકોએ લાંબુ અંતર કાપીને એટલે કે ફરીને જવાની ફરજ પડશે. જોકે, લાંબા ગાળાની સુરક્ષા અને ભારે વાહનોની અવરજવર ફરી શરૂ કરવાના હેતુથી લેવાયેલો આ નિર્ણય વહીવટી દ્રષ્ટિએ અત્યંત મહત્વનો ગણાય છે.

સ્થાનિક સત્તાધીશો દ્વારા લોકોને સહકાર આપવા અને વૈકલ્પિક રૂટ પસંદ કરવા અપીલ કરવામાં આવી છે.