April 2, 2026
બોલિવૂડ

બોલિવૂડની રિયલ એસ્ટેટ ડીલ: મલાઈકાએ ફ્લેટ અને સારા અલી ખાને બંગલો આપ્યો ભાડે, જાણો કેટલું હશે ભાડું?

11:02:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બોલિવૂડની રિયલ એસ્ટેટ ડીલ: </strong></span>મલાઈકાએ ફ્લેટ અને સારા અલી ખાને બંગલો આપ્યો ભાડે, જાણો કેટલું હશે ભાડું?</p>

બોલિવૂડ સેલેબ્રિટીઝમાં હવે અભિનયની સાથે રિયલ એસ્ટેટમાં રોકાણ અને તેમાંથી આર્થિક વળતર મેળવવાનો ટ્રેન્ડ તેજ બન્યો છે. તાજેતરમાં બોલિવૂડની 'ગ્લેમર ક્વીન' મલાઈકા અરોરા અને યુવા અભિનેત્રી સારા અલી ખાને મુંબઈમાં પોતાની લક્ઝરી પ્રોપર્ટીઝ ભાડે આપીને મોટા સોદા કર્યા છે. આ સોદાઓથી બંને અભિનેત્રીઓને દર મહિને લાખો રૂપિયાની આવક થશે.મલાઈકા અરોરાએ બાંદરા વેસ્ટમાં કાર્ટર રોડ પર આવેલો પોતાનો આલીશાન ફ્લેટ આગામી 3 વર્ષ માટે ભાડે આપ્યો છે. આ કરાર મુજબ, પહેલા વર્ષે મલાઈકાને દર મહિને 3.10 લાખ રૂપિયા ભાડું મળશે.

નોંધનીય છે કે ભાડાની રકમમાં દર વર્ષે 5 ટકાનો વધારો થશે. 3 વર્ષના અંતે મલાઈકાને ભાડા પેટે કુલ 1.17 કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ પ્રાપ્ત થશે. બીજી તરફ, સારા અલી ખાને અંધેરી વેસ્ટમાં આવેલો પોતાનો 4500 ચોરસ ફૂટનો વિશાળ બંગલો એક સ્કૂલ માટે ભાડે આપ્યો છે. સારાએ આ બંગલો 5 વર્ષના લાંબા ગાળાના કરાર પર આપ્યો છે. આ સોદા પેટે તેને પ્રથમ વર્ષે દર મહિને 6.5 લાખ રૂપિયા ભાડું મળશે. પાંચ વર્ષના સમયગાળા દરમિયાન સારાને કુલ4.14 કરોડ રૂપિયાની આવક થશે.

આ સોદા માટે સારાએ 20 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પણ લીધી છે. બોલિવૂડ સિતારાઓ દ્વારા મિલકતો ભાડે આપવાની આ ઘટના દર્શાવે છે કે મુંબઈના પોશ વિસ્તારોમાં રિયલ એસ્ટેટ માર્કેટ અત્યંત તેજીમાં છે. અગાઉ પણ અનેક મોટા સિતારાઓએ પોતાની ઓફિસ કે ફ્લેટ ભાડે આપીને પેસિવ ઇનકમ ઉભી કરી છે, જેમાં હવે મલાઈકા અને સારાનું નામ પણ જોડાઈ ગયું છે.