April 7, 2026
રાજનીતિ

મતદાન પછી EVM બદલાઇ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો : મમતા

10:14:00 AM
Save
Apr 6, 2026
Share :

મતદાન પછી EVM બદલાઇ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો : મમતા

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મુર્શિદાબાદમાં એક વિશાળ જનસભાને સંબોધતા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની સુરક્ષા અંગે ગંભીર આશંકા વ્યક્ત કરી છે. તેમણે પોતાના સમર્થકો અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોને અત્યંત સતર્ક રહેવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ જોખમ ટળતું નથી. મમતાએ કાર્યકરોને આદેશ આપ્યો છે કે તેઓ દરેક વોટિંગ મશીનની ઝીણવટભરી તપાસ કરે અને કોઈ પણ પ્રકારની છેડછાડ ન થાય તેનું ધ્યાન રાખે.

મમતા બેનર્જીએ કેન્દ્રીય દળોની ભૂમિકા પર સવાલ ઉઠાવતા દાવો કર્યો હતો કે તેમને વિરોધ પક્ષોની યોજનાઓની જાણ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે મતદાન પછી જ્યારે મશીનો સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે, ત્યારે સીઆરપીએફ અને કેન્દ્રીય દળોની નજર હેઠળ મશીનો બદલવાનું ષડયંત્ર રચાઈ શકે છે. આથી, તેમણે કાર્યકરોને સ્ટ્રોંગ રૂમની બહાર 24 કલાક પહેરો રાખવા અને સતત નજર રાખવા માટે તાકીદ કરી છે. મતદાર યાદીના મુદ્દે પણ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

તેમણે આક્ષેપ કર્યો હતો કે એસઆઈઆર  પ્રક્રિયા દરમિયાન જાણી જોઈને અનેક લોકોના નામ મતદાર યાદીમાંથી કાપી નાખવામાં આવ્યા છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે આ અન્યાયનો બદલો લેવા માટે મોટી સંખ્યામાં બહાર નીકળીને મતદાન કરો. જે લોકોના નામ કમી થયા છે, તેમને ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ કરવા પણ તેમણે સૂચન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તરફ ઈશારો કરતા મમતા બેનર્જીએ સીધો પડકાર ફેંક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મતદાર યાદીમાંથી નામ કાપવા પાછળ તેમનો જ હાથ છે અને જો તેમનામાં હિંમત હોય તો પાછળથી ષડયંત્ર રચવાને બદલે સીધો મુકાબલો કરે.

ઉલ્લેખનીય છે કે મુર્શિદાબાદ વકફ એમેન્ડમેન્ટ એક્ટ સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસાનું કેન્દ્ર રહ્યું હતું, જ્યાંથી મમતાએ આ આક્રમક તેવર બતાવ્યા છે. પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી 23 અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં યોજાવાની છે. મમતા બેનર્જીએ તૃણમૂલના તમામ કાર્યકરોને પરિણામના દિવસ એટલે કે 4થી મે સુધી સહેજ પણ બેદરકારી ન રાખવા અને પૂરી તાકાત સાથે મેદાનમાં રહેવા જણાવ્યું છે. રાજ્યમાં ચૂંટણી પહેલાના આ રાજકીય ગરમાવાએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે.