April 1, 2026
બોલિવૂડ

50 વર્ષની ઉંમરે પહેલી વખત પિતા બન્યા મસાબા ગુપ્તાના એક્સ-હસબન્ડ, કહ્યું- કૃષ્ણનો આશીર્વાદ

10:17:00 AM
Save
Mar 23, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">50 વર્ષની ઉંમરે પહેલી વખત પિતા બન્યા મસાબા ગુપ્તાના એક્સ-હસબન્ડ</span>, કહ્યું- કૃષ્ણનો આશીર્વાદ</p>

બોલિવૂડ પ્રોડ્યુસર મધુ મંતેના અને તેમની પત્ની ઇરા ત્રિવેદીએ પેરેન્ટહુડનો આનંદ માણ્યો છે. 21 માર્ચ, 2026ના રોજ આ દંપતીએ પોતાના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું છે, જે એક પુત્ર છે. નવરાત્રિ અને ઈદના પવિત્ર દિવસે આ ખુશખબરી મળી હોવાથી તે વધુ ખાસ બની છે.

નવરાત્રિ અને ઈદના પવિત્ર દિવસે અમારા બેબીનું સ્વાગત 
મધુ મંતેનાએ ઇન્સ્ટાગ્રામ પર ઇમોશનલ પોસ્ટ શેર કરીને આ ખુશીની જાહેરાત કરી. તેમણે લખ્યું, "કૃષ્ણજી, આ દિવ્ય આશીર્વાદ માટે આભાર. અમારા જીવનને પ્રેમ અને પ્રકાશથી ભરી દીધું. ઇરા અને મેં કાલે નવરાત્રિ અને ઈદના પવિત્ર દિવસે અમારા બેબીનું સ્વાગત કર્યું." દંપતીએ હજુ સુધી બાળકના નામનું ખુલાસું કર્યું નથી, પરંતુ તે એક પુત્ર છે તેવી પુષ્ટિ થઈ છે.

આ ખુશી મધુ મંતેના માટે ખાસ છે કારણ કે તેઓ 50 વર્ષની ઉંમરે પહેલી વખત પિતા બન્યા છે (તેમનો જન્મ 8 મે, 1975માં થયો છે). ફેન્સ અને સેલેબ્રિટીઓએ તેમને બધાઈઓ આપી છે. રવીના ટંડન, રાજકુમાર રાવ, પુલકિત સમ્રાટ અને નર્ગિસ ફાખરી સહિત અનેક સેલેબ્સે પોસ્ટ પર કોમેન્ટ કરીને આનંદ વ્યક્ત કર્યો છે.

બીજા લગ્ન પછી પિતા બન્યા
મધુ મંતેનાના જીવનમાં આ ખુશી બીજા લગ્ન પછી આવી છે. ૨૦૧૫માં તેમના લગ્ન ડિઝાઇનર મસાબા ગુપ્તા (નીના ગુપ્તાની પુત્રી) સાથે થયા હતા. 2019માં ચાર વર્ષ પછી તેઓ છૂટાછેડા લઈને અલગ થયા. ત્યારબાદ ૨૦૨૩માં મધુએ યોગા એક્સપર્ટ અને લેખિકા ઇરા ત્રિવેદી સાથે લગ્ન કર્યા. લગ્નના લગભગ ત્રણ વર્ષ પછી તેઓ માતા-પિતા બન્યા છે.

આ પહેલાં જાન્યુઆરી 2026માં મકર સંક્રાંતિના દિવસે ઇરાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ મધુને એક દાયકાથી ઓળખે છે અને તેમનું ફરી મળવું આશીર્વાદ છે. તેમણે વધુમાં કહ્યું કે તેમના માતા-પિતા બિલ્ડર કે ઇન્ડસ્ટ્રિયલિસ્ટ સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા, પરંતુ નસીબમાં જે લખાયું તે જ થાય છે.

કરિયરની વાત
મધુ મંતેના 'ગજની', 'લુટેરા', 'ક્વીન' અને 'સુપર ૩૦' જેવી હિટ ફિલ્મોના પ્રોડ્યુસર છે. ઇરા ત્રિવેદી યોગા સ્પેશિયાલિસ્ટ, લેખિકા અને વેલનેસ એડવોકેટ છે.