April 1, 2026
બોલિવૂડ

મટકા કિંગ: વિજય વર્માની મોસ્ટ અવેટેડ સીરિઝ એપ્રિલમાં મચાવશે ધમાલ

11:03:00 AM
Save
Mar 30, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>મટકા કિંગ: </strong></span>વિજય વર્માની મોસ્ટ અવેટેડ સીરિઝ એપ્રિલમાં મચાવશે ધમાલ</p>

મુંબઈથી સંચાલિત થતો મટકા બિઝનેસ એક જમાનામાં દેશભરમાં ફેલાયેલો હતો. 60ના દાયકાના એ સુવર્ણ અને રહસ્યમયી મટકા સામ્રાજ્યની વાર્તા હવે પડદા પર આવી રહી છે. 'મટકા કિંગ' નામની આ વેબ સીરિઝ આગામી એપ્રિલ મહિનામાં રજૂ થવા માટે તૈયાર છે, જે પ્રેક્ષકોને મુંબઈના ભૂતકાળના અંધારી ગલીઓમાં લઈ જશે. પોતાના દમદાર અભિનય માટે જાણીતા વિજય વર્મા આ સીરિઝમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. એક સામાન્ય માણસ કેવી રીતે મટકાના કારોબારનો બેતાજ બાદશાહ બને છે, તેની સફર વિજય વર્માના પાત્ર દ્વારા રજૂ કરવામાં આવશે.

તેમની સાથે કૃતિકા કામરા અને સઈ તમ્હણેકર જેવા ટેલેન્ટેડ કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ સીરિઝનું સૌથી મોટું આકર્ષણ બોલિવૂડના પીઢ કલાકાર ગુલશન ગ્રોવર છે. લાંબા સમયથી મોટા પડદા કે ડિજિટલ માધ્યમથી દૂર રહેલા અને હવે બહુ ઓછી ભૂમિકાઓ સ્વીકારતા ગુલશન ગ્રોવર 'મટકા કિંગ'માં એક પાવરફુલ પાત્રમાં જોવા મળશે. તેમના ચાહકો માટે આ એક મોટી ટ્રીટ સાબિત થશે. સીરિઝમાં પિરિયડ ડ્રામાની સાથે ક્રાઈમ અને થ્રિલરનો જબરદસ્ત ડોઝ જોવા મળશે.નોંધનીય છે કે, મટકા બિઝનેસ હંમેશા બોલિવૂડ માટે રસપ્રદ વિષય રહ્યો છે.

આ પહેલા 1975માં ફિરોઝ ખાને મટકા બિઝનેસ પર આધારિત ફિલ્મ બનાવી હતી, જેમાં અભિનેતા પ્રેમનાથે 'મટકા કિંગ'ની યાદગાર ભૂમિકા ભજવી હતી. હવે દાયકાઓ પછી આ વિષયને વેબ સીરિઝના માધ્યમથી વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. સીરિઝનું શૂટિંગ અને પોસ્ટ-પ્રોડક્શનનું કામ પૂર્ણતાના આરે છે. મેકર્સ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે આ સીરિઝ એપ્રિલ 2026માં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ક્રાઈમ ડ્રામાના શોખીનો માટે આ વર્ષની સૌથી મોટી સીરિઝ માનવામાં આવી રહી છે.