April 7, 2026
આંતરરાષ્ટ્રીય ખબરો

પડોશી ધર્મ નિભાવતું ભારત, અફઘાનિસ્તાનમાં કુદરતી હોનારત વચ્ચે મોકલી સહાય

10:14:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>પડોશી ધર્મ નિભાવતું ભારત,</strong></span> અફઘાનિસ્તાનમાં કુદરતી હોનારત વચ્ચે મોકલી સહાય</p>

ભારત સરકારે પડોશી ધર્મ નિભાવતા કુદરતી આફતોથી ઘેરાયેલા અફઘાનિસ્તાનના લોકો માટે માનવીય સહાયનો નવો જથ્થો રવાના કર્યો છે. તાજેતરમાં ઉત્તર અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપ અને વિનાશક પૂરને કારણે સર્જાયેલી જાન-માલની નુકસાની બાદ, ભારત માનવતાવાદી સહાય હેઠળ અફઘાન જનતાની મદદે આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત આ મુશ્કેલ સમયમાં અફઘાન લોકોની મદદ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. 4 એપ્રિલે અફઘાનિસ્તાનના બદખશાં પ્રાંતમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને મોટા પાયે મકાનો ધરાશાયી થયા છે.

ભારત દ્વારા મોકલવામાં આવેલી રાહત સામગ્રીમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ જથ્થામાં ખાસ કરીને કિચન સેટ, હાઇજીન કિટ (સ્વચ્છતા કિટ), પ્લાસ્ટિક શીટ્સ, તાડપત્રી અને સ્લીપિંગ બેગ્સ જેવી સામગ્રી મોકલવામાં આવી છે, જે બેઘર થયેલા લોકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. અફઘાનિસ્તાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં 25 થી વધુ પ્રાંતોમાં પૂર અને ભૂકંપને કારણે મૃત્યુઆંક 35 પર પહોંચી ગયો છે, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. ભારે વરસાદ અને પૂરે 131 ઘરોને સંપૂર્ણ નષ્ટ કર્યા છે અને અંદાજે 650 ઘરોને નુકસાન પહોંચાડ્યું છે.

3000 હેક્ટરથી વધુ ખેતીની જમીન પણ આ આફતમાં ધોવાઈ ગઈ છે. ભારત લાંબા સમયથી અફઘાનિસ્તાનને માનવીય સહાય પૂરી પાડવામાં અગ્રેસર રહ્યું છે. રણધીર જયસ્વાલે પુનરોચ્ચાર કર્યો હતો કે, ભારત મુશ્કેલીના સમયમાં અફઘાનિસ્તાનના લોકો સાથે મક્કમતાથી ઊભું છે. ભારતની આ પહેલ 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના અને પડોશી દેશો પ્રત્યેની તેની જવાબદારીને ફરી એકવાર સાબિત કરે છે.