April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

કોનું નસીબ ચમક્યું અને કોની ટિકિટ કપાઈ? : ભાજપ મહેસાણા જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી માટે સજ્જ, ઉમેદવારોના નામો કર્યા જાહેર 

01:33:00 PM
Save
Apr 11, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>કોનું નસીબ ચમક્યું અને કોની ટિકિટ કપાઈ? :</strong></span> ભાજપ મહેસાણા જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી માટે સજ્જ, <strong>ઉમેદવારોના નામો કર્યા જાહેર </strong></p>

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે ઉમેદવારોના નામો નક્કી કરવા માટે મહત્વની બેઠક યોજાઈ હતી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અને રાજ્યના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં લાંબા મંથન બાદ આખરે મહેસાણા જિલ્લાના 'ચૂંટણી મુરતિયા'ઓના નામ પર આખરી મહોર મારવામાં આવી છે. આ બેઠકમાં સંગઠનના માળખા અને જમીની હકીકતોને ધ્યાને રાખીને જિતવાની ક્ષમતા ધરાવતા ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે.

ચૂંટણીના આ ધમધમાટ વચ્ચે જાહેર કરાયેલી યાદી મુજબ, મહેસાણા જિલ્લા પંચાયતની કુલ 42 બેઠકો માટે સક્ષમ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકાઓ જેવા કે બેચરાજી, સતલાસણા, ખેરાલુ, મહેસાણા, ઊંઝા, વડનગર, વિસનગર, વિજાપુર અને કડી તાલુકા પંચાયતો માટે પણ પક્ષે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. નગરપાલિકાઓની વાત કરીએ તો વિસનગર અને ઊંઝા સહિતની પાલિકાઓ માટે પણ ઉમેદવારોના નામ જાહેર થતા જ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપે જ્ઞાતિગત સમીકરણો અને વિકાસના એજન્ડાને પ્રાધાન્ય આપીને આ યાદી તૈયાર કરી છે, જેનાથી આગામી દિવસોમાં પ્રચાર પ્રસાર વધુ તેજ બનશે અને રાજકીય માહોલ ગરમાશે તે નક્કી છે.

જુઓ સંપૂર્ણ યાદી.... 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22