શું ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા અલગ થશે? એપસ્ટિન ફાઈલ્સના વિવાદે વધાર્યું અંતર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલેનિયા ટ્રમ્પે પહેલીવાર વિવાદાસ્પદ એપસ્ટિન ફાઈલ્સ મુદ્દે મૌન તોડતા તમામ સંબંધોનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. મેલેનિયાએ જેફરી એપસ્ટિન સાથેની મુલાકાતોને પાયાવિહોણી ગણાવી છે, જોકે આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયાએ નવા વિવાદને જન્મ આપ્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે તેમને મેલેનિયાના આ નિવેદન વિશે કોઈ જ જાણકારી નહોતી. આ નિવેદન બાદ બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હોવાની અને છૂટાછેડાની શક્યતાઓ અંગે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા શરૂ થઈ છે, તેમણે સ્પષ્ટતા કરી કે વર્ષ 2000માં એક સામાન્ય મુલાકાત સિવાય તેઓ ક્યારેય એપસ્ટિનના સંપર્કમાં રહ્યા નથી.
તેમણે આ બાબતને પોતાની છબિ ખરાબ કરવાનું વ્યવસ્થિત કાવતરું ગણાવ્યું હતું, આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે આ ભાષણથી અજાણ હતા. ટ્રમ્પે જાહેરમાં સ્વીકાર્યું કે મેલેનિયા વ્હાઈટ હાઉસમાં આ મુદ્દે નિવેદન આપશે તેની તેમને કોઈ પૂર્વ જાણકારી નહોતી. પ્રમુખની આ પ્રતિક્રિયાએ બંને વચ્ચેના સંવાદના અભાવને છતો કર્યો છે. મેલેનિયા ટ્રમ્પે પોતે કોઈ પણ પ્રકારની પીડિત હોવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ તેમણે આ કેસના અન્ય સર્વાઈવર્સ માટે અમેરિકન સંસદમાં સુનાવણી કરવાની માંગ કરી હતી.
જોકે, એપસ્ટિન કેસના પીડિતોએ ફર્સ્ટ લેડીના આ વલણ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ માત્ર શક્તિશાળી લોકોનો બચાવ કરી રહ્યા છે. વ્હાઈટ હાઉસના સૂત્રો અને મેલેનિયાના હાવભાવ પરથી એવી અટકળો તેજ બની છે કે ટ્રમ્પ દંપતી વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે. ભાષણ દરમિયાન મેલેનિયાના ધ્રૂજતા હાથ અને ગંભીર ચહેરો બંને વચ્ચે ચાલી રહેલા માનસિક તણાવ અને સંભવિત છૂટાછેડાની અફવાઓને વેગ આપી રહ્યા છે. મેલેનિયાના આ અણધાર્યા નિવેદનથી માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એપસ્ટિન ફાઈલ્સ અને તેમાં સંડોવાયેલા હાઈ-પ્રોફાઈલ નામોની ચર્ચા ફરી તેજ બની છે.