April 9, 2026
આંતરરાષ્ટ્રીય ખબરો

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના મંડાણ? લેબનાન પર ઇઝરાયેલનો હુમલો, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યું... 

10:53:00 AM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના મંડાણ? </strong></span>લેબનાન પર ઇઝરાયેલનો હુમલો, <strong>ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યું... </strong></p>

લેબનાન પર ઇઝરાયેલના સતત વધી રહેલા હવાઈ હુમલાઓએ મધ્ય પૂર્વમાં ભયાનક સ્થિતિ સર્જી છે, જેના પ્રતિભાવમાં ઈરાને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની ગણાતી હોર્મુઝની સામુદ્રધુનીને ફરીથી બંધ કરી દેતા સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ ગંભીર નિર્ણય અમેરિકા અને ઈરાન વચ્ચે માત્ર 24 કલાક પહેલા થયેલા બે અઠવાડિયાના યુદ્ધવિરામ બાદ લેવામાં આવ્યો છે.

ઈરાનની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, ઇઝરાયેલ દ્વારા લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં 112 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 800થી વધુ લોકો ઘાયલ થયા છે. આ માનવીય નુકસાન અને ઇઝરાયેલની આક્રમકતા સામે વિરોધ નોંધાવવા ઈરાને આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને અવરોધવાનું પગલું ભર્યું છે, જે સીધી રીતે વિશ્વના તેલ પુરવઠાને અસર કરી શકે તેમ છે.

ગતરોજ બુધવારે વહેલી સવારે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારમાં હોર્મુઝની સામુદ્રધુનીને ખુલ્લી રાખવાની શરત મુખ્ય હતી, પરંતુ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે આ યુદ્ધવિરામ લેબનાનની સરહદે લાગુ પડતો નથી. નેતન્યાહુએ સોશિયલ મીડિયા પર પોતાની આક્રમક નીતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, ઇઝરાયેલ અમેરિકાના નિર્ણયોનું સન્માન કરે છે પરંતુ પોતાની સુરક્ષા માટે લેબનાનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધની કાર્યવાહી અટકાવશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જ્યાં સુધી ઈરાન સંપૂર્ણપણે હુમલાઓ બંધ નહીં કરે અને જળમાર્ગ નહીં ખોલે ત્યાં સુધી ઇઝરાયેલ પીછેહઠ નહીં કરે. બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઇઝરાયેલની આ કાર્યવાહીને ટેકો આપતા કહ્યું છે કે હિઝબુલ્લાહ સાથેનો સંઘર્ષ એક અલગ વિષય છે અને તે અમેરિકા-ઈરાન ડીલનો હિસ્સો નથી.

આ ઘટનાક્રમ બાદ વ્હાઇટ હાઉસ દ્વારા ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે. અમેરિકી પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે હોર્મુઝને બંધ કરવાના પગલાને 'અસ્વીકાર્ય' ગણાવીને તેને તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવાની માંગ કરી છે. જોકે, આ બાબતે મોટો સસ્પેન્સ સર્જાયો છે કારણ કે અમેરિકા દાવો કરી રહ્યું છે કે જળમાર્ગમાં જહાજોની અવરજવર વધી છે, જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ્સ કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. 

મળતી માહિતી મુજબ, ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા સમુદ્રમાં જહાજોને સીધો સંદેશ મોકલવામાં આવ્યો છે કે આ માર્ગ બંધ છે અને પરવાનગી વગર પ્રવેશ કરનાર કોઈપણ જહાજ પર હુમલો કરવામાં આવશે. હાલ પનામાના ધ્વજ ધરાવતા જહાજો પણ આ વિસ્તારમાંથી પાછા ફરી રહ્યા છે, જે સૂચવે છે કે આગામી દિવસોમાં આ સંઘર્ષ વધુ ઉગ્ર બની શકે છે.