April 1, 2026
આંતરરાષ્ટ્રીય ખબરો

બ્યુટી પેજન્ટમાં મોડલનો 'ઓપ્સ મોમેન્ટ': લાઈવ સ્ટેજ પર નકલી દાંત નીકળી ગયા

02:47:00 PM
Save
Mar 28, 2026
Share :
<p><strong>બ્યુટી પેજન્ટમાં મોડલનો 'ઓપ્સ મોમેન્ટ': <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">લાઈવ સ્ટેજ પર નકલી દાંત નીકળી ગયા</span></strong></p>

ગ્લેમર વર્લ્ડમાં પરફેક્ટ દેખાવા માટે મોડલ્સ પર ભારે દબાણ હોય છે. મેકઅપથી લઈને હેર સ્ટાઈલ સુધી બધું જ ચોક્કસ હોવું જરૂરી છે. પરંતુ લાઈવ શો દરમિયાન ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાય છે જે કોઈના પણ નિયંત્રણમાં હોતી નથી. આવા સમયે કલાકારની સાચી ઓળખ તેના દેખાવથી નહીં, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિને તે કેટલી સ્વસ્થતાથી સંભાળે છે તેનાથી થાય છે. મિસ થાઈલેન્ડ સ્પર્ધામાં બનેલી એક ઘટના અત્યારે આત્મવિશ્વાસનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહી છે.

કમોલવાન ચનાગોની બહાદુરી: સ્ટેજ પર દાંત પડ્યા પણ સ્મિત ન ખોયું

મિસ થાઈલેન્ડ પેજન્ટ દરમિયાન કમોલવાન ચનાગો (Kamolwan Chanago) નામની કન્ટેસ્ટન્ટ સાથે એક અજીબોગરીબ ઘટના બની હતી. જેનો વીડિયો હાલ ઇન્ટરનેટ પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. ચનાગો જ્યારે ગોલ્ડન શિયર ડ્રેસમાં માઈક પર પોતાનું પ્રેઝન્ટેશન આપી રહી હતી, ત્યારે અચાનક તેના મોંઢામાં લગાવેલા નકલી દાંત (Denture) નીચે પડી ગયા હતા. આ ક્ષણે લાઈવ પ્રેક્ષકોને પણ ખ્યાલ આવી ગયો કે તેના અસલી દાંત એટલા સુંદર નથી.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Periodismo Público Ecuador (@periodismo.publico.ecuador)

ગભરાવાને બદલે મોડલે તરત જ ચહેરો ફેરવી દાંત ઠીક કર્યા અને સ્મિત સાથે રેમ્પ વોક શરૂ કર્યું. તેના આ 'સ્પોર્ટિંગ સ્પિરિટ'ના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. ઇન્ટરનેટ યુઝર્સ તેને 'રિયલ ક્વીન' કહી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તેણે જે રીતે પરિસ્થિતિ સંભાળી તે કાબિલ-એ-દાદ છે.

ઓક્ટોબર 2025 માં મિસ યુએસએ કન્ટેસ્ટન્ટ મેરી સિકલરે પણ એલોપેસિયા બીમારીને છુપાવવા વિગ પહેરવાને બદલે ટાલ સાથે રેમ્પ વોક કરીને હિંમત બતાવી હતી.

મિસ થાઈલેન્ડ ફાઈનલ

નોંધનીય છે કે મિસ થાઈલેન્ડ પેજન્ટની કોરોનેશન સેરેમની આજે શનિવાર, 28 માર્ચના રોજ યોજાવાની છે. આ ઘટના બાદ ચનાગોની લોકપ્રિયતામાં ધરખમ વધારો થયો છે, જે તેને સ્પર્ધામાં ફાયદો કરાવી શકે છે.