April 1, 2026
ગુજરાત

રેલ કનેક્ટિવિટીનો નવો સૂર્યોદય : વડાપ્રધાન મોદી ગુજરાતને ₹891 કરોડના રેલવે પ્રોજેક્ટ્સની ભેટ ધરશે, સાબરકાંઠાથી અમદાવાદ સુધી દોડશે નવી ટ્રેન... 

12:09:00 PM
Save
Mar 28, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રેલ કનેક્ટિવિટીનો નવો સૂર્યોદય : </strong></span>વડાપ્રધાન મોદી ગુજરાતને ₹891 કરોડના રેલવે પ્રોજેક્ટ્સની ભેટ ધરશે, સાબરકાંઠાથી અમદાવાદ સુધી દોડશે નવી ટ્રેન... </p>

ગુજરાતના રેલવે માળખાને વધુ આધુનિક અને વેગવંતું બનાવવાના મિશન સાથે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, મંગળવારના રોજ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન દ્વારા રેલવે મંત્રાલય હેઠળના અંદાજે ₹891 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરીને રાજ્યના નાગરિકોને કનેક્ટિવિટીની મોટી ભેટ આપવામાં આવશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઔદ્યોગિક અને સામાજિક વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટ્સ પ્રાદેશિક અર્થતંત્રને નવી ઊંચાઈ પર લઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન વાવ-થરાદ ખાતેથી આ તમામ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કરશે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહીને આ વિકાસગાથાના સાક્ષી બનશે.

આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ હિંમતનગર અને ખેડબ્રહ્મા વચ્ચે નવનિર્મિત 55 કિમીની લાંબી રેલવે લાઇન રહેશે. ₹482 કરોડના તોતિંગ ખર્ચે તૈયાર થયેલી આ લાઇન સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોને મુખ્ય પ્રવાહ સાથે જોડશે. આ પ્રોજેક્ટના ભાગરૂપે વડાપ્રધાન ખેડબ્રહ્માથી હિંમતનગર થઈને અમદાવાદ (અસારવા) સુધીની નવી ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ નવી ટ્રેન સેવા શરૂ થવાથી સ્થાનિક રહીશો માટે અમદાવાદ સુધીની મુસાફરી માત્ર ઝડપી જ નહીં પરંતુ સસ્તી અને સુગમ પણ બનશે. એટલું જ નહીં, આ નવી રેલવે લાઇન અમદાવાદને રાજસ્થાનના ઉદયપુર સાથે સીધું જોડાણ પૂરું પાડશે, જેના કારણે શિક્ષણ, આરોગ્ય અને વેપાર અર્થે અવરજવર કરતા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

સાબરકાંઠા ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે. વડાપ્રધાન દ્વારા ₹257 કરોડના ખર્ચે તૈયાર થયેલ કાનાલુસ-જામનગર ડબલિંગ પ્રોજેક્ટ અને ગાંધીધામ-આદિપુર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી ટ્રેનોની અવરજવરમાં થતો વિલંબ ઘટશે અને માલસામાનની હેરફેર વધુ કાર્યક્ષમ બનશે. ખાસ કરીને દીનદયાળ પોર્ટ (કંડલા) જેવા મહત્વના બંદરો અને ઔદ્યોગિક કેન્દ્રો સાથેની કનેક્ટિવિટી સુધરતા આયાત-નિકાસ અને સ્થાનિક ઉદ્યોગોને મોટો ફાયદો થશે. ભારતીય રેલવેને આધુનિક બનાવવાના વડાપ્રધાનના વિઝન હેઠળ આ તમામ પહેલો છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડીને રાજ્યના સર્વાંગી અને સમાવેશી વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.