April 1, 2026
બોલિવૂડ

મારી સાથે ખોટું થયું છે..... ડિરેક્ટર સનોજ મિશ્રા પર ગંભીર આક્ષેપો કરતા મોનાલિસાની આંખો થઈ ભીની!

05:12:00 PM
Save
Mar 25, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>મારી સાથે ખોટું થયું છે.....</strong></span> ડિરેક્ટર સનોજ મિશ્રા પર ગંભીર આક્ષેપો કરતા મોનાલિસાની આંખો થઈ ભીની!</p>

મહાકુંભ મેળાથી ચર્ચામાં આવેલી અને હાલમાં જ લગ્ન ગ્રંથિથી જોડાયેલી અભિનેત્રી મોનાલિસા ભોસલેએ ફિલ્મ ડિરેક્ટર સનોજ મિશ્રા વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. એક સનસનાટીભર્યા ખુલાસામાં મોનાલિસાએ ડિરેક્ટર પર યૌન શોષણ અને અયોગ્ય વર્તનનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અભિનેત્રી પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકી નહોતી અને કેમેરા સામે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોનાલિસાએ અત્યંત ભાવુક થઈને જણાવ્યું કે, ફિલ્મ 'મહાકુંભ' ના શૂટિંગ અને કામ દરમિયાન સનોજ મિશ્રાએ તેમની સાથે અનેકવાર અયોગ્ય વર્તન કર્યું હતું.

તેમણે દાવો કર્યો હતો કે ડિરેક્ટરે તેમને લગભગ 10  વખત ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. આ ઘટનાઓએ તેમને માનસિક રીતે અંદરથી તોડી નાખી હતી. મોનાલિસાએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, જ્યારે તેમણે આ શોષણ વિશે પોતાના પરિવારને જાણ કરી, ત્યારે તેમને સાથ મળવાને બદલે ચુપ રહેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પરિવારે તેમને એમ કહીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે, "આ તારી પહેલી ફિલ્મ છે, એટલે બધું સહન કરી લે." પોતાના જ લોહીના સગાઓનો ટેકો ન મળતા મોનાલિસા વધુ ઊંડા આઘાતમાં સરી પડી હતી.

શોષણ અને પારિવારિક દબાણને કારણે મોનાલિસા એટલી હદ સુધી તણાવમાં આવી ગઈ હતી કે તેમને આત્મહત્યા કરવાના વિચારો આવવા લાગ્યા હતા. જોકે, તેમના પતિ ફરમાને તેમને હિંમત આપી હતી. મોનાલિસાએ સ્વીકાર્યું કે જો ફરમાન તેમના જીવનમાં ન હોત, તો કદાચ તેઓ આજે જીવતા ન હોત. ફરમાનના પ્રોત્સાહનથી જ તેઓ આજે અન્યાય સામે અવાજ ઉઠાવી શક્યા છે. અભિનેત્રીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, સનોજ મિશ્રા હવે તેમના પરિવારને ડરાવી-ધમકાવી રહ્યા છે અને તેમના પર ખોટું દબાણ બનાવી રહ્યા છે.

તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, શું ફિલ્મ સાઈન કરવાનો અર્થ એ છે કે તેઓ પોતાની મરજીથી લગ્ન પણ ન કરી શકે? તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે પોતાની ફિલ્મની તમામ જવાબદારીઓ પૂર્ણ કરી છે, છતાં ડિરેક્ટર તેમને હેરાન કરી રહ્યા છે. આટલા મોટા વિવાદ અને માનસિક સંતાપ છતાં મોનાલિસાએ હિંમત હારી નથી. તેઓ હાલમાં અન્ય બે-ત્રણ ફિલ્મોના પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરી રહ્યા છે અને પોતાના કરિયરને બચાવવા પ્રયત્નશીલ છે. આ ઘટનાએ ફરી એકવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓની સુરક્ષા અને કાસ્ટિંગ કાઉચ જેવા ગંભીર મુદ્દાઓ પર સવાલો ઉભા કર્યા છે.