April 1, 2026
ગુજરાત

શું મોરબીની ઘડિયાળની ટિક-ટિક ધીમી પડશે? મંદી અને યુદ્ધની સ્થિતિમાં ઉદ્યોગકારોએ લીધો આ મોટો નિર્ણય!

10:55:00 AM
Save
Mar 26, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શું મોરબીની ઘડિયાળની ટિક-ટિક ધીમી પડશે?</strong></span> મંદી અને યુદ્ધની સ્થિતિમાં ઉદ્યોગકારોએ લીધો આ મોટો નિર્ણય!</p>

વિશ્વના 180 દેશોમાં સમયનો સચોટ અંદાજ આપતો મોરબીનો 100 વર્ષ જૂનો સુપ્રસિદ્ધ ઘડિયાળ ઉદ્યોગ અત્યારે પોતે જ 'ખરાબ સમય' માંથી પસાર થઈ રહ્યો છે. વૈશ્વિક મંદી અને મધ્ય-પૂર્વના દેશોમાં ફાટી નીકળેલા યુદ્ધની જ્વાળાઓએ મોરબીના ક્લોક સેક્ટરને હચમચાવી દીધું છે. અંદાજે 14000 થી વધુ મહિલાઓની રોજીરોટી જેની પર નિર્ભર છે તેવા આ ઉદ્યોગને બચાવવા માટે મોરબી ક્લોક એન્ડ પાર્ટ્સ એસોસિએશને એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે.

ઉદ્યોગને સંપૂર્ણ તાળા મારવાને બદલે ઉત્પાદનમાં કાપ મૂકીને, માત્ર એડવાન્સ ઓર્ડર મુજબ જ કામ કરવાની નીતિ અપનાવવામાં આવી છે, જેથી આર્થિક કટોકટી અને કાચા માલના વધતા ભાવ સામે નાના ઉદ્યોગકારો ટકી શકે. આ કટોકટીભર્યા સમયમાં ઉદ્યોગને જીવંત રાખવા માટે મોરબી ક્લોક એન્ડ પાર્ટ્સ એસોસિએશન દ્વારા ઉત્પાદન ઘટાડવા અને માત્ર એડવાન્સ ઓર્ડર મુજબ જ કામ કરવાનો વ્યૂહાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે.

મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ માત્ર વ્યવસાય નથી, પરંતુ તે અંદાજે 14000 મહિલાઓને સીધી રોજગારી પૂરી પાડે છે. વર્તમાન મંદીને કારણે આ હજારો પરિવારોની રોજીરોટી પર જોખમ ન આવે તે માટે એસોસિએશને એકમોને તાળા મારવાને બદલે ચાલુ રાખવાનો અને 'સર્વાઈવ' કરવાનો માનવતાવાદી અભિગમ અપનાવ્યો છે. તાજેતરમાં યોજાયેલી ક્લોક એન્ડ પાર્ટ્સ એસોસિએશનની જનરલ મીટિંગમાં 200 માંથી 185 જેટલા ઉદ્યોગકારોએ હાજરી આપી હતી. હવેથી માત્ર નવા ભાવના એડવાન્સ ઓર્ડરના આધારે જ ઉત્પાદન કરવામાં આવશે, જેથી નુકસાનથી બચી શકાય.

૯૫% જેટલા નાના ઉદ્યોગકારો આ કપરા સમયમાં ટકી રહે તે માટે ‘શટડાઉન’ ના બદલે ‘ઉત્પાદન કાપ’ ની નીતિ અપનાવીને મોરબીના આ ઐતિહાસિક ઉદ્યોગને બચાવવા માટે તમામ ઉદ્યોગકારોએ એકસૂત્રતા દર્શાવી છે.હાલમાં મંદી અને યુદ્ધના બેવડા માર હેઠળ છે, હવે 'શટડાઉન' નહીં પણ 'સર્વાઈવલ' મંત્ર સાથે માત્ર એડવાન્સ ઓર્ડર જેટલું જ ઉત્પાદન કરવામાં આવશે.