April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

મોરબી મહાનગરપાલિકા ચૂંટણી : શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યું, જાણો ક્યાં વોર્ડમાથી લડશે ચૂંટણી... 

03:57:00 PM
Save
Apr 11, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>મોરબી મહાનગરપાલિકા ચૂંટણી :</strong></span> શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યું, <strong>જાણો ક્યાં વોર્ડમાથી લડશે ચૂંટણી... </strong></p>

મોરબીમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ચરમસીમાએ પહોંચ્યું છે. શહેરના રાજકીય ફલક પર ગરમાવો ત્યારે વધુ તેજ બન્યો જ્યારે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ પોતાના ટેકેદારો અને પરિવારના સભ્યો સાથે મળીને વોર્ડ નંબર 5માંથી કોર્પોરેટર પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા, જેણે એક પ્રકારે કોંગ્રેસના શક્તિ પ્રદર્શનની ઝલક પૂરી પાડી હતી.

ઉમેદવારી પત્ર ભર્યા બાદ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે વોર્ડ નંબર 5 ના 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ ઉપરાંત વોર્ડ નંબર 8, 9 અને 13ના ઉમેદવારો પણ ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે. જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી 23 નામોની યાદીમાંથી આજે 20 ઉમેદવારો પોતાના ફોર્મ ભરશે તેવો પક્ષના કાર્યાલયથી આદેશ આપવામાં આવ્યો છે.

બાકીના ઉમેદવારોના ટેલિફોનિક જાણ કરી દીધી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપના શાસનમાં એક ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. ઉમેદવારો નક્કી થાય તે પહેલા જ તેમને ડરાવવામાં આવે છે અને ઉમેદવારી ન કરવા માટે સામાજિક દબાણ લાવવામાં આવે છે. આ જ કારણોસર કોંગ્રેસે પોતાની રણનીતિ મુજબ બાકીના તમામ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી દીધી છે અને આવતીકાલે 3 વાગ્યા સુધીમાં તમામ ઉમેદવારો ફોર્મ ભરી દેશે. તેઓ પોતે ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને તેમને પણ કેટલાક સામાજિક નેતાઓ અને આગેવાનો દ્વારા વોર્ડ નંબર 5માંથી ઉમેદવારી ન કરવા અને કોઈ બીજા વોર્ડમાંથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું હતું.