April 5, 2026
ગુજરાત

મોરબીનો ઐતિહાસિક ન્યૂ પેલેસ આગની ઝપેટમાં! ફાયર વિભાગની સતર્કતાથી જાનહાનિ ટળી

01:46:00 PM
Save
Apr 5, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>મોરબીનો ઐતિહાસિક ન્યૂ પેલેસ આગની ઝપેટમાં!</strong></span> ફાયર વિભાગની સતર્કતાથી જાનહાનિ ટળી</p>

મોરબીના ગૌરવ સમાન રાજવી પરિવારના ઐતિહાસિક 'ન્યૂ પેલેસ' માં આજે રવિવારે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પેલેસના ત્રીજા માળે લાગેલી આ આગમાં એક મહિલા ફસાઈ ગઈ હતી, જેને મોરબી ફાયર બ્રિગેડની ટીમે જીવના જોખમે સુરક્ષિત રીતે બહાર કાઢી સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું. બપોરના સમયે ન્યૂ પેલેસના ત્રીજા માળે અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં દેખાવા લાગ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ રાજવી પરિવારના સભ્યો અને આસપાસના લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આગની જાણ થતા જ મોરબી ફાયર બ્રિગેડની 3 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ પેલેસના ઉપરના માળ સુધી પહોંચીને પાણીનો સતત મારો ચલાવ્યો હતો. લાંબી જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ લાગી ત્યારે પેલેસના ઉપરના માળે એક મહિલા ફસાઈ ગઈ હતી.

ચારેતરફ આગ અને ધુમાડો હોવા છતાં, ફાયર વિભાગની ટીમે અત્યંત સતર્કતા અને સાહસ બતાવીને આ મહિલાનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. સમયસરની કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી,સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પ્રાણઘાતક ઈજા થઈ નથી, પરંતુ પેલેસના ત્રીજા માળે મિલકતને નુકસાન થયાના અહેવાલ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.