April 8, 2026
સ્પોર્ટ્સ

કરોડો ચાહકોના દિલ તૂટ્યા! ધોનીની ઈજા પર આવ્યું મોટું અપડેટ, આગામી બે મેચમાં પણ નહીં રમે માહી

01:27:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>કરોડો ચાહકોના દિલ તૂટ્યા! </strong></span>ધોનીની ઈજા પર આવ્યું મોટું અપડેટ, આગામી બે મેચમાં પણ નહીં રમે માહી</p>

આઈપીએલ 2026ની શરૂઆત પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ રહી છે. સતત ત્રણ મેચમાં પરાજયનો સામનો કરી રહેલી ટીમને હવે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના પૂર્વ કેપ્ટન અને આઈકોન એમએસ ધોની ઈજાના કારણે હજુ પણ મેદાનથી દૂર રહેશે. લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ અનુસાર, માહી આગામી બે મહત્વની મેચોમાં ટીમનો ભાગ બની શકશે નહીં. એમએસ ધોની હાલમાં પિંડલીની ઈજા સામે ઝઝૂમી રહ્યો છે અને ચેન્નાઈમાં તેના પરિવાર સાથે છે. ધોની હાલમાં ટીમના ફિઝિયો અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ રિહેબિલિટેશનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.

જોકે તેણે નેટ્સ પર બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે, પરંતુ પૂરી તીવ્રતા સાથે મેદાનમાં દોડવા માટે તે હજુ સંપૂર્ણ રીતે 'મેચ ફિટ' નથી. રીપોર્ટ્સ મુજબ, ધોનીને સંપૂર્ણ ફિટ થવામાં હજુ ઓછામાં ઓછું એક અઠવાડિયું લાગી શકે છે. આનાથી તે સ્પષ્ટ થાય છે કે 11 એપ્રિલ 2026ના રોજ દિલ્હી કેપિટલ્સ સામેની હોમ મેચ અને ત્યારબાદ 14 એપ્રિલના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં ધોની મેદાન પર જોવા મળશે નહીં. ચેપોક સ્ટેડિયમમાં પોતાના ફેવરિટ ખેલાડીને જોવાની રાહ જોઈ રહેલા ચાહકો માટે આ નિરાશાજનક સમાચાર છે, ધોનીની ગેરહાજરીમાં ચેન્નાઈની ટીમ નબળી સાબિત થઈ રહી છે.

સિઝનની પ્રથમ ત્રણ મેચોમાં ટીમને પરાજય મળ્યો છે. ધોનીના અનુભવ અને દબાણની સ્થિતિમાં તેની મેચ ફિનિશિંગ ક્ષમતાની ટીમને ભારે ખોટ પડી રહી છે. ટીમ મેનેજમેન્ટ આશા રાખી રહ્યું છે કે માહી 18 એપ્રિલની આસપાસ યોજાનારી મેચમાં વાપસી કરી શકે છે.  બીજી તરફ, સાઇડ સ્ટ્રેન ઈજાને કારણે બહાર રહેલા યુવા વિસ્ફોટક બેટર ડેવાલ્ડ બ્રેવિસની રિકવરી સારી થઈ રહી છે. જો તે આગામી મેચમાં ફિટ થઈને પરત ફરે છે, તો તે મધ્યમ ક્રમમાં ટીમને મજબૂતી પૂરી પાડી શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સનું મેનેજમેન્ટ એમએસ ધોનીની ફિટનેસ પર સતત નજર રાખી રહ્યું છે અને તેની સુરક્ષાને પ્રાથમિકતા આપીને કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાના પક્ષમાં નથી.