April 10, 2026
સ્પોર્ટ્સ

રહાણે-રઘુવંશીની મહેનત એડે ગઈ: મુકુલ અને ભદોઈની ફિફ્ટીએ લખનઉ સુપર જાયન્ટ્સને અપાવી શાનદાર જીત

12:02:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રહાણે-રઘુવંશીની મહેનત એડે ગઈ:</strong></span> મુકુલ અને ભદોઈની ફિફ્ટીએ લખનઉ સુપર જાયન્ટ્સને અપાવી શાનદાર જીત</p>

આઈપીએલ 2026માં રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સના મોઢામાંથી જીત છીનવી લીધી છે. 182 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનઉની ટીમ એક સમયે મુશ્કેલીમાં હતી, પરંતુ 7મા ક્રમે આવેલા મુકુલ રોયે માત્ર 27 બોલમાં 54 રનની તોફાની ઈનિંગ રમીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. આયુષ ભદોઈની અડધી સદી અને મુકુલના પાવર-હિટિંગના જોરે લખનઉએ 7 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે."આઈપીએલ-2026ની હાઈ-વોલ્ટેજ મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી.

આ મેચમાં લખનઉએ શાનદાર રમતનું પ્રદર્શન કરતા કોલકાતાને પરાજય આપીને વિજય મેળવ્યો છે. આ જીતનો અસલી હીરો મુકુલ રોય સાબિત થયો છે. જ્યારે લખનઉની ટીમ મુશ્કેલીમાં હતી, ત્યારે મુકુલે 7મા ક્રમે બેટિંગમાં આવીને માત્ર 27 બોલમાં 54 રનની તોફાની ઈનિંગ રમી હતી. તેની આ ઈનિંગમાં 2 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે, જેનાથી મેચનું પાસું પલટી ગયું હતું. મુકુલ ઉપરાંત ચોથા ક્રમે આવેલા આયુષ ભદોઈએ પણ જવાબદારીપૂર્વક બેટિંગ કરી હતી. ભદોઈએ 34 બોલમાં 54 રન ફટકાર્યા હતા, જેમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. મુકુલ અને ભદોઈની આ જોડીએ લખનઉને હારેલી બાજી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 181 રનનો પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો. ટીમ તરફથી અંગક્રિશ રઘુવંશીએ 45 રન અને અનુભવી અજિંક્ય રહાણેએ 41 રનનું યોગદાન આપ્યું હતું. KKR તરફથી રહાણે અને રઘુવંશી વચ્ચે 84 રનની મજબૂત ભાગીદારી થઈ હતી, જે અંતે એડે ગઈ હતી. અંતિમ ઓવરોમાં રાવમન પોવેલે 39 રન અને કેમરોન ગ્રીને 32 રન બનાવીને સ્કોર 181 સુધી પહોંચાડ્યો હતો, પરંતુ તે જીત માટે પૂરતો સાબિત થયો નહીં. બોલિંગમાં લખનઉ તરફથી પ્રિન્સ યાદવ, મનીમરન સિદ્ધાર્થ અને અવેશ ખાને 1-1 વિકેટ ઝડપી હતી.

બીજી તરફ કોલકાતાના વૈભવ અરોરા અને અનુકુલ રોયે 2-2 વિકેટ ઝડપીને મેચને અંત સુધી રોમાંચક બનાવી રાખી હતી, પરંતુ મુકુલના તોફાન સામે તેઓ લાચાર દેખાયા હતા. આ જીત સાથે લખનઉ સુપર જાયન્ટ્સે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. છેલ્લી 8 ઓવરમાં જ્યારે 86 રનની જરૂર હતી, ત્યારે મુકુલ ચૌધરીએ જે રીતે આક્રમક રમત બતાવી તેણે સ્ટેડિયમમાં હાજર તમામ ચાહકોના દિલ જીતી લીધા હતા.