કોને મળી ટિકિટ અને કોના કપાયા પત્તા? ભાજપે નર્મદા જિલ્લા પંચાયત અને ગરુડેશ્વર, સાગબારા સહિતનાં 6 તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ કર્યું જાહેર...

આજરોજ તારીખ 10 એપ્રિલ 2026ના રોજ ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓના સમીકરણો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સંગઠનના હોદ્દેદારો અને ચૂંટણી સમિતિના સભ્યોની હાજરીમાં નર્મદા જિલ્લા પંચાયત તેમજ તેની અંતર્ગત આવતી વિવિધ તાલુકા પંચાયતો માટે સક્ષમ અને લોકપ્રિય ચહેરાઓની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. પક્ષના પાયાના કાર્યકરો અને જનતાની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને વિજેતા બની શકે તેવા ઉમેદવારો પર મહોર મારવામાં આવી છે.
ગહન ચર્ચાના અંતે નર્મદા જિલ્લાની ભૌગોલિક અને સામાજિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ નર્મદા જિલ્લા પંચાયતની બેઠકોની સાથે સાથે જિલ્લાના મહત્વના તાલુકાઓ જેવા કે ચિક્દા, ગરુડેશ્વર, સાગબારા, નાંદોદ, ડેડીયાપાડા અને તિલકવાડા તાલુકા પંચાયતના ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. આ નામોની જાહેરાત થતાની સાથે જ નર્મદા જિલ્લાના રાજકીય ફલક પર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પ્રચાર કાર્યને વેગવંતુ બનાવવામાં આવે તેવી શક્યતાઓ છે.
01
02
03
04
05
06
07