April 1, 2026
જય કિસાન

વોટ્સએપના માધ્યમથી સીધું વેચાણ કરીને નર્મદાના ખેડૂતે મેળવી સારી આવક : જાણો પાર્થ ગુપ્તાની પ્રેરણાદાયી સફર!

08:45:00 AM
Save
Mar 27, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>વોટ્સએપના માધ્યમથી સીધું વેચાણ કરીને નર્મદાના ખેડૂતે મેળવી સારી આવક : </strong></span>જાણો પાર્થ ગુપ્તાની પ્રેરણાદાયી સફર!</p>

નર્મદા જિલ્લાના માંગરોળ ગામના વતની પાર્થ ગુપ્તાની સફર આજે એવા અનેક શિક્ષિત યુવાનો માટે પ્રેરણારૂપ બની છે જેઓ ખેતીને માત્ર પરસેવો પાડવાનું કામ માને છે. એક સમયે શહેરમાં આરામદાયક કોર્પોરેટ જોબ કરી રહેલા પાર્થે જ્યારે પોતાની માતૃભૂમિ અને શુદ્ધ આહારની કિંમત સમજી, ત્યારે તેમણે નોકરીને તિલાંજલિ આપી વતનની વાટ પકડી હતી. તેમણે નેચરલ ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતીની બારીકાઈઓ શીખવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં જ રાસાયણિક ખાતરો મુક્ત શુદ્ધ ખેતીમાં મહારત મેળવી લીધી. આજે તેઓ માત્ર ખેતી જ નથી કરી રહ્યા, પરંતુ આધુનિક ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો સ્માર્ટ ઉપયોગ કરીને વ્હોટ્સએપના માધ્યમથી ગ્રાહકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કર્યો છે.

પાર્થ ગુપ્તાની આ સફળતા પાછળ રાજ્ય સરકારના આત્મા (ATMA) પ્રોજેક્ટનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત તેમણે સઘન તાલીમ મેળવી અને વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતીના પાઠ ભણ્યા હતા. તેમની મહેનત અને ખેતી પ્રત્યેના સમર્પણને જોતા તેમના ફાર્મની ‘મોડેલ ફાર્મ’ તરીકે નોંધણી કરવામાં આવી છે અને તેમને નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેશન પણ પ્રાપ્ત થયું છે. 

સરકાર દ્વારા મળતા પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શનને કારણે પાર્થભાઈ આજે એક સફળ ઉદ્યોગસાહસિક ખેડૂત તરીકે ઉભરી આવ્યા છે. તેમની આ સફર દર્શાવે છે કે જો પરંપરાગત ખેતીમાં આધુનિક અભિગમ અને કુદરતી પદ્ધતિઓનો સમન્વય કરવામાં આવે, તો ખેતી એ ખોટનો સોદો નહીં પણ સમૃદ્ધિનો માર્ગ બની શકે છે.