April 4, 2026
આંતરરાષ્ટ્રીય ખબરો

નાસા આર્ટેમિસ 2 મિશન : અવકાશયાત્રીઓએ ચંદ્રની નજીકથી મોકલી પૃથ્વીની અદભુત તસવીરો

02:05:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">નાસા આર્ટેમિસ 2 મિશન :</span> અવકાશયાત્રીઓએ ચંદ્રની નજીકથી મોકલી પૃથ્વીની અદભુત તસવીરો</strong></p>

1972 ના એપોલો 17 મિશન બાદ પ્રથમ વખત માનવસહિત ચંદ્ર તરફ જઈ રહેલા નાસાના 'આર્ટેમિસ 2' મિશનના અવકાશયાત્રીઓએ અવકાશમાંથી પૃથ્વીની કેટલીક અત્યંત સુંદર અને અદભુત તસવીરો મોકલી છે. સોમવાર સુધીમાં ચંદ્રની કક્ષામાં પહોંચવા જઈ રહેલા આ ઓરિઅન કેપ્સ્યુલમાંથી લેવાયેલી આ તસવીરોમાં પૃથ્વીના વિવિધ નયનરમ્ય રૂપો જોવા મળી રહ્યા છે.

ઓરિઅન કેપ્સ્યુલની બારીમાંથી દેખાયો પૃથ્વીનો નજારો 

ચંદ્રની નજીક પહોંચી રહેલા આર્ટેમિસ 2 ના કમાન્ડર રીડ વાઈઝમેન દ્વારા પૃથ્વીની અદભુત છબીઓ કેમેરામાં કેદ કરવામાં આવી છે. એક ફોટામાં ઓરિઅન કેપ્સ્યુલની બારીમાંથી પૃથ્વીનો વળાંકવાળો ભાગ સ્પષ્ટપણે જોઈ શકાય છે. જ્યારે અન્ય એક તસવીરમાં આખી પૃથ્વીનો નજારો જોવા મળે છે, જેમાં મહાસાગરો સફેદ વાદળોથી ઘેરાયેલા દેખાય છે અને લીલા રંગનો અરોરા ચમકતો જોવા મળે છે. વધુ એક તસવીરમાં પૃથ્વી પર દિવસ અને રાત વચ્ચેની સ્પષ્ટ વિભાજન રેખા કેદ થઈ છે, જેને વિજ્ઞાનની ભાષામાં 'ટર્મિનેટર' તરીકે ઓળખવામાં આવે છે.

પૃથ્વીથી 180,000 કિલોમીટર દૂર પહોંચ્યું અવકાશયાન 

નાસા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે બપોર સુધીમાં આ અવકાશયાનમાં સવાર ક્રૂ પૃથ્વીથી 180,000 કિલોમીટરથી વધુ દૂર પહોંચી ગયા હતા. આ અવકાશયાન પોતાની નિર્ધારિત ગતિએ આગળ વધી રહ્યું છે અને આગામી સોમવાર સુધીમાં તે પોતાના ગંતવ્ય સ્થાને એટલે કે ચંદ્રની નજીકની ભ્રમણકક્ષામાં પહોંચી જશે.

50 વર્ષ બાદ પ્રથમ વખત માનવ પહોંચશે ચંદ્રની ભ્રમણકક્ષામાં 

આ ઐતિહાસિક મિશનમાં 3 અમેરિકન અને 1 કેનેડિયન અવકાશયાત્રીની ટીમ સામેલ છે. વર્ષ 1972 માં એપોલો 17 મિશન પછી ચંદ્ર તરફ પ્રયાણ કરનારી આ પ્રથમ માનવ ટીમ બની છે. આ મિશનની યોજના મુજબ, અવકાશયાત્રીઓ ઓરિઅન કેપ્સ્યુલમાં બેસીને ચંદ્રની આસપાસ ભ્રમણ કરશે. તેઓ ચંદ્રની સપાટી પર ઉતરાણ કર્યા વિના ત્યાંથી યુ-ટર્ન લઈને સીધા પૃથ્વી પર પરત ફરશે.