April 1, 2026
રાજનીતિ

વિધાનસભામાં IPL ગુંજ્યું......પ્રજાના પ્રશ્નો બાજુ પર, ધારાસભ્યને જોઈએ છે IPLની VIP ટિકિટ

02:37:00 PM
Save
Mar 27, 2026
Share :
<p>વિધાનસભામાં IPL ગુંજ્યું......<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>પ્રજાના પ્રશ્નો બાજુ પર, ધારાસભ્યને જોઈએ છે IPLની VIP ટિકિટ</strong></span></p>

કર્ણાટક વિધાનસભામાં પ્રજાના પ્રશ્નોને બદલે IPLની VIP ટિકિટોની માંગણી કરવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય વિજયાનંદ કાશપ્પનવર દ્વારા કરવામાં આવેલી આ માંગણી અને તે અંગેના તેમના નિવેદનથી રાજકીય ક્ષેત્રે અને સોશિયલ મીડિયા પર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિજયાનંદ કાશપ્પનવરે કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ  પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, "અમે VIP છીએ અને ટિકિટ મેળવવા માટે સામાન્ય લોકોની જેમ કતારોમાં ઊભા રહી શકીએ નહીં."

તેમણે માગણી કરી હતી કે પ્રોટોકોલ મુજબ દરેક ધારાસભ્યને IPL મેચ માટે ઓછામાં ઓછી 5 VIP ટિકિટો ફાળવવી જોઈએ. ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે ₹5,000ની કિંમતની ટિકિટો વચેટિયાઓ દ્વારા ₹35,000માં વેચાઈ રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે સ્ટેડિયમને સરકાર તરફથી સુરક્ષા અને અન્ય લાભો મળે છે, છતાં લોકપ્રતિનિધિઓનું અપમાન કરવામાં આવે છે. આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષ યુ.ટી. ખાદરે હસ્તક્ષેપ કરી રાજ્ય સરકારને દરેક ધારાસભ્ય માટે 4 VIP ટિકિટ અને યોગ્ય બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પણ આ મુદ્દે KSCA સાથે ચર્ચા કરવાની ખાતરી આપી હતી. બેંગલુરુ દક્ષિણના સાંસદ તેજસ્વી સૂર્યાએ આ માંગણીની સખત નિંદા કરતા જણાવ્યું છે કે, "જે ગૃહમાં જનતાના સળગતા પ્રશ્નો પર ચર્ચા થવી જોઈએ, ત્યાં મફત IPL ટિકિટો માટે જીદ કરવી તે વિધાનસભાની ગરિમાને કલંકિત કરવા જેવું છે." તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે સામાન્ય નાગરિક પૈસા આપીને ટિકિટ ખરીદે છે, ધારાસભ્યોને મફત VIP ટિકિટ શા માટે જોઈએ? આ ઘટનાને પગલે સામાન્ય જનતામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર ધારાસભ્યોની પ્રાથમિકતાઓ અને 'VIP કલ્ચર' માનસિકતા સામે સવાલો ઉઠાવી રહ્યા છે.