April 1, 2026
લાઈફ સ્ટાઇલ

શેમ્પૂ-કન્ડિશનરને કહો ટાટા-બાય બાય! આ કુદરતી વસ્તુઓથી વાળ બનશે રેશમી અને મુલાયમ

04:17:00 PM
Save
Mar 20, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શેમ્પૂ-કન્ડિશનરને કહો ટાટા-બાય બાય!</strong></span> આ કુદરતી વસ્તુઓથી વાળ બનશે રેશમી અને મુલાયમ</p>

આધુનિક જીવનશૈલીમાં પ્રદૂષણ, ધૂળ-ગંદકી અને સૂર્યના હાનિકારક કિરણો આપણા વાળને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છે. આ પરિબળોને કારણે વાળ શુષ્ક, બેજાન અને નબળા પડી જાય છે. સામાન્ય રીતે લોકો આ સમસ્યાઓના ઉકેલ માટે બજારમાં મળતા મોંઘા શેમ્પૂ અને કન્ડિશનરનો આશરો લેતા હોય છે, પરંતુ તેના લાંબાગાળાના પરિણામો હંમેશા હકારાત્મક હોતા નથી.

વાસ્તવમાં, બજારમાં મળતા મોટાભાગના હેર કેર પ્રોડક્ટ્સમાં કેમિકલ્સનું પ્રમાણ વધુ હોય છે, જે વાળને કામચલાઉ ચમક તો આપે છે પરંતુ ધીમે-ધીમે તેમને મૂળમાંથી નબળા બનાવી દે છે. જો મોંઘી પ્રોડક્ટ્સ વાપરવા છતાં તમારા વાળ ગૂંચવાયેલા અને નિર્જીવ દેખાતા હોય, તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારા વાળને હવે રાસાયણિક પ્રક્રિયાને બદલે કુદરતી પોષણની તાતી જરૂરિયાત છે.

પહેલાના સમયમાં જ્યારે આધુનિક શેમ્પૂ ઉપલબ્ધ નહોતા, ત્યારે પણ લોકોના વાળ લાંબા, ઘટ્ટ અને મજબૂત રહેતા હતા. તેનું મુખ્ય કારણ રસોડામાં અને પ્રકૃતિમાં રહેલી વસ્તુઓનો ઉપયોગ હતો. ઘરેલું ઉપચારોમાં એવા પોષક તત્વો હોય છે જે વાળને કોઈપણ આડઅસર વિના કુદરતી રીતે કન્ડિશન કરે છે અને જળમૂળથી મજબૂતી પ્રદાન કરે છે.આ તમામ કુદરતી ઘટકોની ખાસિયત એ છે કે તે ઘરે સરળતાથી મળી રહે છે અને તેનો ખર્ચ ખૂબ જ ઓછો છે.

કેમિકલ મુક્ત હોવાને કારણે તેની કોઈ એલર્જી કે આડઅસર થતી નથી. સતત પ્રદૂષણ વચ્ચે જો અઠવાડિયામાં એકવાર પણ આમાંથી કોઈ એક નુસખો અપનાવવામાં આવે, તો પાર્લરના મોંઘા ખર્ચમાંથી કાયમી મુક્તિ મળી શકે છે.સુંદર અને સ્વસ્થ વાળ માટે મોંઘી બ્રાન્ડ્સ પાછળ દોડવાને બદલે પ્રકૃતિના શરણે જવું વધુ હિતાવહ છે.

 ચોખાનું પાણી

'ચોખાનું પાણી' એક જાદુઈ ઘટક સાબિત થઈ શકે છે. ચોખામાં ઇનોસિટોલ, વિટામિન બી અને એમિનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે. ચોખાને ૨૪ કલાક પલાળી રાખ્યા બાદ જે આથો આવે છે, તે પાણીથી શેમ્પૂ કર્યા પછી વાળ ધોવાથી વાળમાં કુદરતી ચમક આવે છે. આ નુસખો માત્ર એક જ વારના ઉપયોગથી પોતાનો પ્રભાવ બતાવે છે.

ડુંગળીનો રસ

વાળ ખરવાની સમસ્યા માટે ડુંગળીનો રસ અત્યંત અસરકારક માનવામાં આવે છે. ડુંગળીમાં રહેલું સલ્ફર, એન્ટીઑકિસડન્ટ અને વિટામિન સી વાળના ગ્રોથમાં મદદ કરે છે. ડુંગળીને છીણીને તેનો રસ કાઢી માથાની ચામડી પર 20 મિનિટ લગાવી રાખવાથી વાળ માત્ર મજબૂત જ નથી થતા, પરંતુ તેમાં એક અલગ પ્રકારની સુંવાળપ પણ જોવા મળે છે.

કેળાનું હેર માસ્ક

શુષ્કતા દૂર કરવા માટે 'કેળાનું હેર માસ્ક' શ્રેષ્ઠ વિકલ્પ છે. કેળામાં પોટેશિયમ અને કુદરતી તેલ હોય છે જે વાળને ઊંડાણપૂર્વક મોઇશ્ચરાઇઝ કરે છે. એક પાકેલા કેળામાં મધ ઉમેરી તેની પેસ્ટ બનાવી 30 મિનિટ સુધી વાળમાં લગાવી રાખવાથી વાળ રેશમી અને સીધા લાગે છે. આ માસ્ક હેર સ્પા જેવું પરિણામ આપે છે.

જાસુદના ફૂલ

જાસુદના ફૂલ અને પાંદડાને આયુર્વેદમાં વાળ માટે વરદાન ગણવામાં આવ્યા છે. તેમાં રહેલા એમિનો એસિડ અને વિટામિન સી ખોડાની સમસ્યામાં રાહત આપે છે અને વાળને કુદરતી કલર જાળવી રાખવામાં મદદ કરે છે. જાસુદની પેસ્ટને અઠવાડિયામાં એકવાર લગાવવાથી વાળનું ટેક્સચર સુધરે છે અને તે મુલાયમ બને છે.

મધ

કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે મધનો ઉપયોગ થાય છે , મધમાં એન્ટીઑકિસડન્ટ અને મિનરલ્સ હોય છે જે વાળની ભેજ જાળવી રાખે છે. મધમાં થોડું પાણી અને દહીં ઉમેરીને બનાવેલી પેસ્ટ કન્ડિશનર કરતા પણ વધુ સારું કામ કરે છે. તેને  મિનિટ લગાવી રાખ્યા બાદ ધોઈ લેવાથી વાળ અત્યંત સોફ્ટ બની જાય છે.