April 3, 2026
રાજનીતિ

બગદાણા કેસના પીડિતની રાજકીય એન્ટ્રી: નવનીત બાલધિયાએ પકડ્યો કોંગ્રેસનો પંજો, કહ્યું- 'તક મળશે તો ચોક્કસ ચૂંટણી લડીશ'

11:03:00 AM
Save
Apr 3, 2026
Share :
<p>બગદાણા કેસના પીડિતની રાજકીય એન્ટ્રી:<strong> <span style="color: rgb(224, 62, 45);">નવનીત બાલધિયાએ પકડ્યો કોંગ્રેસનો પંજો,</span></strong> કહ્યું- 'તક મળશે તો ચોક્કસ ચૂંટણી લડીશ'</p>

ભાવનગર જિલ્લાના બગદાણામાં થયેલા ચકચારી મારામારી અને હુમલાના કેસમાં ભોગ બનનાર પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ આજે વિધિવત રીતે રાજકારણમાં એન્ટ્રી કરી છે. નવનીત બાલધિયા આજે ૩ એપ્રિલના રોજ અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. અમિત ચાવડાએ તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા, જેનાથી સૌરાષ્ટ્રના રાજકારણમાં, ખાસ કરીને ભાવનગર પંથકમાં ગરમાવો આવી ગયો છે. બગદાણાનો આ કેસ ત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો જ્યારે નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલાના કેસમાં જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરાની સંડોવણી બહાર આવી હતી અને ત્યારબાદ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સોશિયલ મીડિયાથી લઈને રાજકીય ગલિયારાઓમાં ભારે હોબાળો મચ્યો હતો અને નવનીત બાલધિયા ન્યાયની લડત લડતા એક જાણીતો ચહેરો બની ગયા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા નવનીત બાલધિયાએ પોતાની રાજકીય મહત્વકાંક્ષા સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "જો પક્ષ મને આગામી સમયમાં તક આપશે અને જનતાની સેવા કરવાની જવાબદારી સોંપશે, તો હું ચોક્કસપણે ચૂંટણી લડીશ." નવનીત બાલધિયાનું કોંગ્રેસમાં જોડાવું એ આગામી ચૂંટણીઓમાં ભાવનગર જિલ્લાના સમીકરણો બદલી શકે છે.

બગદાણા હુમલા બાદ જે રીતે સમાજમાં બે ભાગલા જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ન્યાય માટે માંગ ઉઠી હતી, તેનો સીધો ફાયદો કોંગ્રેસ ઉઠાવવા માંગે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં નવનીત બાલધિયાના સમર્થકો મોટી સંખ્યામાં હોવાથી કોંગ્રેસને બુથ લેવલે ફાયદો થઈ શકે છે. નવનીત બાલધિયાએ આરોપ લગાવ્યો હતો કે સત્તાના નશામાં ચૂર લોકોએ તેમના પર હુમલો કરાવીને અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે તેઓ રાજકીય મંચ પરથી વધુ તાકાત સાથે જનતાની લડાઈ લડશે. માયાભાઈ આહીરના દીકરાની ધરપકડ બાદ આ મામલો હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે, પરંતુ તે દરમિયાન બાલધિયાનો આ રાજકીય વળાંક ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.