April 1, 2026
જય કિસાન

નવસારીના મીઠા ચીકુ હવે દેશભરમાં! અંચેલીથી દિલ્હી ચીકુ સ્પેશિયલ ટ્રેન થઈ રવાના

10:52:00 AM
Save
Mar 23, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>નવસારીના મીઠા ચીકુ હવે દેશભરમાં!</strong></span> અંચેલીથી દિલ્હી ચીકુ સ્પેશિયલ ટ્રેન થઈ રવાના</p>

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ચીકુની સીઝન હાલ પૂરબહારમાં ખીલી છે. ઉનાળાની શરૂઆત સાથે વધતા તાપમાનને કારણે ચીકુના ઉત્પાદનમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. આવા સમયે ખેડૂતોના માલને ઝડપથી બજાર સુધી પહોંચાડવા માટે રેલવે વિભાગે મહત્વની ભૂમિકા ભજવી છે. નવસારીના અંચેલી સ્ટેશનથી દિલ્હીના આઝાદપુર માર્કેટ માટે ખાસ 16 ડબ્બા ભરેલી ચીકુની ટ્રેન રવાના કરવામાં આવી છે. અમલસાડ મંડળી અને આસપાસની સહકારી મંડળીઓમાં ચીકુની ભરપૂર આવક થઈ રહી છે.

આ ટ્રેન મારફતે અંદાજે 35000 બોક્સ એટલે કે 350 મેટ્રિક ટન જેટલો ચીકુનો જથ્થો દિલ્હી મોકલવામાં આવ્યો છે. દિલ્હીના આઝાદપુર માર્કેટમાં પહોંચ્યા બાદ આ ચીકુ ત્યાંથી જયપુર, રાજસ્થાન અને અન્ય ઉત્તર ભારતના રાજ્યોમાં વિતરણ કરવામાં આવશે. ચીકુ એ ખૂબ જ ઝડપથી પાકતું અને નાશવંત ફળ છે. વધતી ગરમીને કારણે ચીકુ જલ્દી પાકી જવાની ભીતિ રહે છે. વધુમાં, હોળી જેવા તહેવારો અને રજાઓને કારણે ટ્રકોની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. આવા કટોકટીના સમયે રેલવે વિભાગ ખેડૂતોની વહારે આવ્યું છે.

2024થી શરૂ કરવામાં આવેલી આ સ્પેશિયલ ટ્રેન સેવાને આ વર્ષે પણ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે, એપ્રિલ માસમાં કેરીની આવક શરૂ થતા ચીકુની માંગમાં ઘટાડો થવાની શક્યતા હોય છે. હાલ ચીકુનો ભરાવો થતા સ્થાનિક બજારમાં ભાવો ઓછા મળી રહ્યા હતા. તેવા સમયે રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી ટ્રેન ફાળવવામાં આવતા, ખેડૂતોનો માલ ગણતરીના કલાકોમાં ઉત્તર ભારતની મોટી મંડીઓમાં પહોંચશે. આ આયોજનને કારણે સ્થાનિક ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળવાની આશા જાગી છે.