April 3, 2026
ભારત

શિક્ષણ જગતમાં ઐતિહાસિક નિર્ણય: હવે NCERT આપશે ડિગ્રી, કેન્દ્ર સરકારે આપ્યો 'ડીમ્ડ યુનિવર્સિટી'નો દરજ્જો

11:03:00 AM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);"><strong>શિક્ષણ જગતમાં ઐતિહાસિક નિર્ણય:</strong></span> હવે NCERT આપશે ડિગ્રી, કેન્દ્ર સરકારે આપ્યો 'ડીમ્ડ યુનિવર્સિટી'નો દરજ્જો</p>

કેન્દ્ર સરકારે શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક નિર્ણય લેતા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગને 'ડીમ્ડ યુનિવર્સિટી' નો દરજ્જો આપ્યો છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની ભલામણ બાદ લેવાયેલા આ નિર્ણયથી NCERT ને હવે શૈક્ષણિક સ્વાયત્તતા મળશે. અત્યાર સુધી માત્ર સંશોધન અને પાઠ્યપુસ્તકો તૈયાર કરતી આ સંસ્થા હવે દેશની અન્ય પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓની જેમ જ પોતાના સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટરેટના અભ્યાસક્રમો ચલાવી શકશે અને ડિગ્રી પણ આપી શકશે.

આ પ્રક્રિયાની શરૂઆત 2023 માં થઈ હતી જ્યારે UGC એ NCERT ને કેટલીક શરતો સાથે 'લેટર ઓફ ઈન્ટેન્ટ' જારી કર્યો હતો. NCERT એ 2025 માં તમામ નિર્ધારિત શરતો પૂરી કરી હોવાનો અહેવાલ સરકારને સુપરત કર્યો હતો. જે બાદ UGC ની નિષ્ણાત સમિતિએ આ અહેવાલની સઘન સમીક્ષા કરી હતી. જાન્યુઆરી 2026 માં મળેલી UGC ની બેઠકમાં આ પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી, જેની પર હવે કેન્દ્ર સરકારે અંતિમ મહોર મારી દીધી છે. આ દરજ્જા હેઠળ NCERT ની કુલ 6 પ્રમુખ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન અજમેર (રાજસ્થાન), ભોપાલ (મધ્યપ્રદેશ), ભુવનેશ્વર (ઓડિશા), મૈસુર (કર્ણાટક), શિલોંગ (મેઘાલય) અને ભોપાલ સ્થિત પંડિત સુંદરલાલ શર્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એજ્યુકેશન સામેલ છે. આ તમામ સંસ્થાઓને એકત્રીત કરીને NCERT ને 'સ્પેશિયલ કેટેગરી' યુનિવર્સિટી તરીકે માન્યતા આપવામાં આવી છે. NCERT ને આ પાવર UGC એક્ટ, 1956ની કલમ ૩ હેઠળ આપવામાં આવ્યો છે. પરંતુ હવે તેઓ કેન્દ્રીય સ્તરે એક જ છત્ર હેઠળ રહીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી શકશે. આનાથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો અને એકરૂપતા આવશે.

જોકે, આ સ્વાયત્તતા કેટલીક કડક શરતો સાથે આપવામાં આવી છે. સરકારના નિર્દેશ મુજબ, NCERT પોતાની કોઈ પણ સંપત્તિ કે ફંડ સરકાર અને UGC ની પૂર્વ પરવાનગી વિના ટ્રાન્સફર કરી શકશે નહીં. વધુમાં, સંસ્થાએ પોતાની બિન-નફાકારક છબી જાળવી રાખવી પડશે અને કોઈપણ પ્રકારની વ્યાવસાયિક કે નફાકારક પ્રવૃત્તિઓમાં સામેલ થવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. સંસ્થાએ પોતાના શૈક્ષણિક ધોરણોને UGC ના નિયમો મુજબ જાળવી રાખવા પડશે.

NCERT હવે માત્ર શાળાકીય શિક્ષણના સલાહકાર તરીકે નહીં, પરંતુ એક સાર્વભૌમ શૈક્ષણિક સંસ્થા તરીકે ઉભરશે. આગામી શૈક્ષણિક સત્રથી આ સ્વાયત્તતાનો અમલ શરૂ થઈ શકે છે, જેનાથી દેશભરના હજારો વિદ્યાર્થીઓ અને સંશોધકોને સીધો ફાયદો થશે. સરકારના આ પગલાને શિક્ષણશાસ્ત્રીઓ અને નિષ્ણાતોએ ઉમળકાભેર વધાવી લીધો છે અને તેને ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં એક નવો માઇલસ્ટોન ગણાવ્યો છે.