April 1, 2026
બોલિવૂડ

હેરી પોટરની જાદુઈ દુનિયા પર આવી નવી ટીવી સિરીઝ: ટ્રેલર રિલીઝ, કલાકારોની પહેલી ઝલક જોવા મળી

11:55:00 AM
Save
Mar 26, 2026
Share :
<p class="p1"><span class="s1"><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">હેરી પોટરની જાદુઈ દુનિયા પર આવી નવી ટીવી સિરીઝ: </span>ટ્રેલર રિલીઝ, કલાકારોની પહેલી ઝલક જોવા મળી</span></p>

HBO Max એ લાંબા સમયથી ચર્ચામાં રહેલા svપ્રોજેક્ટ હેરી પોટર ટીવી સિરીઝનું ટીઝર ટ્રેલર રિલીઝ કરી દીધું છે. માર્ક માયલોડ દ્વારા નિર્દેશિત આ સિરીઝમાં સંપૂર્ણ નવી કાસ્ટ છે, જે જાણીતી જાદુઈ દુનિયાને નવા સ્વરૂપમાં પર્દે પર પાછી લાવશે.

ફેન્સમાં ઉત્સાહની લહેર

ફેન્સ એ જાણવા માટે ઉત્સુક છે કે આ નવું વર્ઝન પહેલેથી જ જાણીતી વાર્તાને કેવી રીતે રજૂ કરશે. મેકર્સે વહેલેથી જ કન્ફર્મ કરી દીધું હતું કે હેરી પોટર, હર્માઇની ગ્રેન્જર અને રોન વીસ્લીના કિર્દારોમાં નવા ચહેરાઓ જોવા મળશે, જેથી ફેન્સ ઓરિજિનલ ફિલ્મોમાંથી અલગ જ ટોન અને અનુભવ મેળવી શકે.

સિરીઝનું ટાઇટલ અને રિલીઝ

આ શો HBO અને HBO Max પર રિલીઝ થશે. ટ્રેલરમાં જાહેર કરવામાં આવ્યું છે કે સિરીઝ ક્રિસમસ ૨૦૨૬ (Christmas 2026) પર રિલીઝ થશે. પ્રથમ સીઝનનું ઔફિશિયલ ટાઇટલ‘Harry Potter and the Philosopher’s Stone’ છે. આ સીઝન J.K. રોલિંગની પ્રથમ કિતાબ પર આધારિત છે અને આઠ એપિસોડની હશે. દરેક સીઝન એક અલગ કિતાબને અનુસરશે.

https://www.instagram.com/reel/DWUj5icjNvg/?igsh=MnFiZXNjZ2h5dnk0

ટ્રેલરમાં શું દેખાયું?

ટ્રેલરમાં યંગ હેરી અને તેના મિત્રો હર્માઇની ગ્રેન્જર તથા રોન વીસ્લીને હોગવાર્ટ્સમાં પહેલા વર્ષે દર્શાવવામાં આવ્યા છે. હેરીનો કિર્દાર ડોમિનિક મેકલોફલિન (Dominic McLaughlin) ભજવી રહ્યા છે. ટ્રેલરની શરૂઆતમાં એક મહિલા તેમને કહેતી દેખાય છે કે “તમારામાં કંઈ ખાસ નથી.” હેરી પોતાના માતા-પિતા વિશે જાણવા માંગે છે અને હેગ્રિડને પૂછે છે. હેગ્રિડ તેને કહે છે કે તેના માતા-પિતા ખૂબ જ સમજદાર હતા.

અન્ય મુખ્ય કલાકારો:

હર્માઇની ગ્રેન્જર — અરેબેલા સ્ટેન્ટન (Arabella Stanton)

રોન વીસ્લી — અલાસ્ટેર સ્ટાઉટ (Alastair Stout)

અલ્બસ ડમ્બલડોર — જ્હોન લિથગો (John Lithgow)

ઉપરાંત, જેનેટ મેકટીર (Janet McTeer) પ્રોફેસર મેકગોનાગલ તરીકે અને પાપા એસિડુ (Paapa Essiedu) સેવિરસ સ્નેપ તરીકે જોવા મળશે. હેગ્રિડનો કિર્દાર નિક ફ્રોસ્ટ (Nick Frost) ભજવી રહ્યા છે.

આ સિરીઝ J.K. રોલિંગની વિખ્યાત કિતાબો પર આધારિત છે. બે વર્ષ પહેલા જાહેર થયેલા આ પ્રોજેક્ટમાં મેકર્સનો હેતુ મૂળ વાર્તાને વધુ નજીકથી અને વિગતવાર રજૂ કરવાનો છે, જેથી નવી પેઢીને પણ જાદુઈ દુનિયાનો અનુભવ થાય.