April 1, 2026
ભારત

પેટ્રોલ-ડીઝલ અને ATF ના ભાવમાં વધારો નહીં થાય, લોકડાઉનની અફવાઓ પાયાવિહોણી: નિર્મલા સીતારમણ

01:53:00 PM
Save
Mar 27, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">પેટ્રોલ-ડીઝલ અને ATF ના ભાવમાં વધારો નહીં થાય, </span>લોકડાઉનની અફવાઓ પાયાવિહોણી: નિર્મલા સીતારમણ</strong></p>

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવશે નહીં. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા તેમણે ઈંધણના પુરવઠા, નિકાસ ડ્યુટી અને દેશમાં લોકડાઉનની ઉડેલી અફવાઓ અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું.

વડાપ્રધાનની ઉચ્ચસ્તરીય બેઠક: વૈશ્વિક સંકટ છતાં ઈંધણના ભાવ સ્થિર રહેશે 

મીડિયા સાથે વાતચીત કરતા નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયાની વર્તમાન તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ATF ની કોઈ અછત સર્જાવા દેવામાં આવશે નહીં અને વૈશ્વિક પરિસ્થિતિની નકારાત્મક અસર સ્થાનિક ભાવ પર પડવા દેવામાં આવશે નહીં.

એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો અને ઓઇલ કંપનીઓને સરકારનો ટેકો 

સામાન્ય જનતા પર મોંઘવારીનો આર્થિક બોજ ન પડે તે માટે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે. શ્રીમતી સીતારમણે ઉમેર્યું હતું કે, સરકારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સંપૂર્ણ ટેકો આપવાનો નિર્ણય લીધો છે, જેથી તેઓ કોઈપણ આર્થિક અવરોધ વિના સામગ્રી આયાત કરી શકે અને દેશના સામાન્ય લોકોને ભાવ વધારાનો સામનો ન કરવો પડે.

સ્થાનિક પુરવઠો જાળવવા રિફાઇનરીઓની નિકાસ પર વધુ ડ્યુટી 

દેશમાં ઈંધણનો પૂરતો જથ્થો જળવાઈ રહે તે માટે લેવાયેલા અન્ય એક મોટા નિર્ણયની માહિતી આપતા મંત્રીએ કહ્યું કે, જે રિફાઇનરીઓ બહારથી ક્રૂડ મેળવીને ભારતમાં રિફાઇન કર્યા બાદ તેને નિકાસ કરે છે, તેમના પર હવે વધુ ડ્યુટી લાદવામાં આવશે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રિફાઇન થયેલું ઈંધણ સ્થાનિક બજાર માટે જ ઉપલબ્ધ રહે અને તેને મોટા પ્રમાણમાં બહાર મોકલવામાં ન આવે.

લોકડાઉનની વાતો માત્ર અફવા, રાજકીય નિવેદનો ચિંતાજનક 

દેશમાં ફરી લોકડાઉન લાગુ થવાની ઉડેલી અફવાઓને સીતારમણે સંપૂર્ણપણે પાયાવિહોણી ગણાવી હતી. તેમણે લોકોને આશ્વાસન આપતા ખાતરી આપી હતી કે કોવિડ રોગચાળા દરમિયાન જેવું લોકડાઉન લાગુ કરાયું હતું, તેવો કોઈ જ અમલ હવે થશે નહીં. તેમણે રાજકીય ક્ષેત્રના લોકો દ્વારા આવી અફવાઓ ફેલાવવા અને બેજવાબદાર ટિપ્પણીઓ કરવા બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.