April 4, 2026
બોલિવૂડ

'રામાયણ' સામે હોલીવુડની ફિલ્મો પણ ફિક્કી પડશે! રણબીર કપૂરે ફિલ્મના રનટાઈમ અને શૂટિંગ વિશે કર્યો મોટો ધડાકો

04:30:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>'રામાયણ' સામે હોલીવુડની ફિલ્મો પણ ફિક્કી પડશે! </strong></span>રણબીર કપૂરે ફિલ્મના રનટાઈમ અને શૂટિંગ વિશે કર્યો મોટો ધડાકો</p>

નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણ' અત્યારે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. લોસ એન્જલસમાં યોજાયેલી ટીઝર લોન્ચ ઈવેન્ટ દરમિયાન રણબીર કપૂરે ફિલ્મ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. રણબીરે આ ફિલ્મને ભારતીય સિનેમાનું સૌથી મોટું મહાકાવ્ય ગણાવતા તેની સરખામણી હોલીવુડની ક્લાસિક ફિલ્મ 'લોર્ડ ઓફ ધ રિંગ્સ' સાથે કરી છે. રણબીરે પુષ્ટિ કરી છે કે તે આ ફિલ્મમાં ભગવાન રામની સાથે ભગવાન પરશુરામનો પણ રોલ ભજવી રહ્યો છે. ફિલ્મનો વ્યાપ એટલો મોટો છે કે બંને ભાગનો રનટાઈમ ૩ કલાકથી વધુ રહેવાની શક્યતા છે.

રણબીર કપૂરે ખુલાસો કર્યો છે કે 'રામાયણ'ના બંને ભાગો માટે તેમની પાસે લગભગ 6 કલાકથી વધુના અદભૂત દ્રશ્યો અને એક્શન સિક્વન્સનું ફૂટેજ તૈયાર છે. 'રામાયણ ભાગ-2' માટે હજુ પણ થોડું શૂટિંગ બાકી છે. ફિલ્મની લંબાઈ અને ભવ્યતાને જોતા બંને ભાગનો રનટાઈમ 3-3 કલાકથી પણ વધી શકે છે, જે દર્શકોને એક અદ્ભુત સિનેમેટિક અનુભવ પૂરો પાડશે.ફિલ્મના સ્કેલ વિશે વાત કરતા રણબીરે જણાવ્યું કે, 'રામાયણ' કોઈ પણ રીતે હોલીવુડની 'લોર્ડ ઓફ ધ રિંગ્સ' જેવી મહાકાવ્ય ફિલ્મોથી ઓછી નથી.

રણબીરના મતે, આ માત્ર એક ફિલ્મ નથી પણ દેશનું સૌથી મોટું મહાકાવ્ય છે. ટીઝર તો માત્ર એક નાની ઝલક હતી, અસલી જાદુ હજુ છ કલાકના વિઝ્યુઅલ્સમાં છુપાયેલો છે જે લાગણીઓ અને શૌર્યથી ભરપૂર છે. આ ફિલ્મમાં રણબીર કપૂર માત્ર ભગવાન રામની જ નહીં, પરંતુ ભગવાન વિષ્ણુના અન્ય એક અવતાર એવા ભગવાન પરશુરામની ભૂમિકામાં પણ જોવા મળશે. રણબીરે આ ડબલ રોલની પુષ્ટિ કરતા કહ્યું કે, ભગવાન રામ પહેલા વિષ્ણુના અવતાર રહેલા પરશુરામની ભૂમિકા ભજવવી એ તેમના માટે એક અદ્ભુત તક હતી.

જોકે, પરશુરામની આ ભૂમિકા ટૂંકી પણ અત્યંત પ્રભાવશાળી હશે. રણબીર કપૂરે જણાવ્યું કે 'રામાયણ'નું શૂટિંગ શરૂ કરતા પહેલા તેણે આખું વર્ષ આ પાત્રોને સમજવામાં વિતાવ્યું છે. શારીરિક ભાષા કરતા પણ વધુ તેણે ભગવાન રામ અને પરશુરામની આધ્યાત્મિકતા અને તેમની વિચારધારાને ઊંડાણપૂર્વક સમજવા પર ભાર મૂક્યો છે. એક વર્ષની આ મહેનત સ્ક્રીન પર પાત્રોમાં જીવંતતા લાવવા માટે કરવામાં આવી છે. ફિલ્મમાં રણબીરની સાથે દક્ષિણ ભારતની સુપરસ્ટાર સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે.

નિતેશ તિવારી દ્વારા નિર્મિત આ મહાકાવ્ય બે ભાગમાં રિલીઝ થશે. 'રામાયણ ભાગ-1' આ વર્ષે 2026ની દિવાળી પર સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. જ્યારે આ વાર્તાનો બીજો અને અંતિમ પ્રકરણ એટલે કે 'રામાયણ ભાગ-2' આવતા વર્ષે એટલે કે દિવાળી 2027માં રિલીઝ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેરાતથી સિનેમા પ્રેમીઓમાં ભારે ઉત્તેજના છે.