April 1, 2026
રાજનીતિ

બિહારના રાજકારણમાં મોટો વળાંક : નીતીશ કુમારે વિધાન પરિષદમાંથી આપ્યું રાજીનામું, CM પદ પર સસ્પેન્સ યથાવત... 

11:07:00 AM
Save
Mar 30, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બિહારના રાજકારણમાં મોટો વળાંક : </strong></span>નીતીશ કુમારે વિધાન પરિષદમાંથી આપ્યું રાજીનામું, CM પદ પર સસ્પેન્સ યથાવત... </p>

બિહારના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે વિધાન પરિષદના સભ્ય (MLC) પદેથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. સોમવારે સવારે અંદાજે સવા દસ વાગ્યાની આસપાસ આ અંગેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી. નીતીશ કુમાર તાજેતરમાં જ રાજ્યસભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા છે, જેના કારણે નિયમ મુજબ તેમણે બંનેમાંથી કોઈ એક ગૃહનું સભ્યપદ છોડવું અનિવાર્ય હતું. આ અંતર્ગત તેમણે બિહાર વિધાન પરિષદના સભ્યપદનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. જેડીયુના વરિષ્ઠ નેતા અને મંત્રી વિજય કુમાર ચૌધરીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે JDU MLC સંજય ગાંધી રાજીનામા પત્ર સાથે પરિષદમાં પહોંચ્યા હતા. તેમણે રાજીનામા પત્ર મીડિયાને પણ દર્શાવ્યો હતો.

નીતીશ કુમારના આ પગલાને કારણે રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે કે શું તેઓ હવે બિહારના મુખ્યમંત્રી પદેથી પણ રાજીનામું આપશે. જોકે, બંધારણીય નિયમો મુજબ નીતીશ કુમાર કોઈપણ ગૃહના સભ્ય ન હોવા છતાં પણ આગામી છ મહિના સુધી મુખ્યમંત્રી પદ પર કાર્યરત રહી શકે છે. પરંતુ રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હોવાથી તેમનું ધ્યાન હવે રાષ્ટ્રીય રાજકારણ તરફ હોય તેમ જણાઈ રહ્યું છે.

રવિવાર સાંજથી જ પટનામાં મુખ્યમંત્રી આવાસ પર બેઠકોનો દોર શરૂ થઈ ગયો હતો, જેમાં જેડીયુના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા અને વિજય ચૌધરી જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. નીતીશ કુમાર ક્યારે મુખ્યમંત્રી પદ છોડશે અને બિહારની બાગડોર કોણ સંભાળશે તે અંગે હાલ સસ્પેન્સ યથાવત છે, પરંતુ આ રાજીનામું મોટા રાજકીય ફેરફારનો સંકેત આપી રહ્યું છે.