April 9, 2026
ગુજરાત

વીડિયો જોઈને તમે પણ કહેશો- 'આ શહેરના રસ્તાઓ છે કે પાર્ટી પ્લોટ?', અમદાવાદના નોબલનગરમાં નબીરાઓનો આતંક, વિડીયો વાઇરલ ... 

02:31:00 PM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>વીડિયો જોઈને તમે પણ કહેશો</strong></span>- 'આ શહેરના રસ્તાઓ છે કે પાર્ટી પ્લોટ?', અમદાવાદના નોબલનગરમાં નબીરાઓનો આતંક, <strong>વિડીયો વાઇરલ ... </strong></p>

અમદાવાદ શહેર ફરી એકવાર ગુનાખોરી અને કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈને ચર્ચામાં આવ્યું છે. શહેરના કુબેરનગર પાસે આવેલા નોબલનગર વિસ્તારમાં મોડી રાત્રે બનેલી એક ઘટનાએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. રાજ્યમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે કેટલાક નબીરાઓએ જાહેર માર્ગ પર ગાડીઓ ઉભી રાખી, મોટેથી મ્યુઝિક વગાડી અને ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થતા સ્થાનિક રહીશોમાં રોષ અને પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

જાહેર માર્ગ પર દારૂની મહેફિલ અને આતંક
વાઇરલ થયેલા વીડિયોના દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આ યુવાનોને પોલીસ કે કાયદાનો જરાય ડર રહ્યો નથી. રાત્રિના અંધકારમાં મુખ્ય માર્ગ પર લક્ઝરી ગાડીઓ અને રસ્તાઓ પર દારૂની બોટલો અને ગ્લાસ ગોઠવીને આ નબીરાઓ પાર્ટી કરી રહ્યા હતા. આટલું જ નહીં, રસ્તાની વચ્ચે ઉભા રહીને જોરજોરથી મ્યુઝિક વગાડીને તેમણે સમગ્ર વિસ્તારની શાંતિ હણી નાખી હતી. ત્યાંથી પસાર થતા રાહદારીઓ આ દ્રશ્યો જોઈને ડરના માર્યા ચુપચાપ નીકળી જવા મજબૂર બન્યા હતા. 

પોલીસ પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થા સામે સવાલો
આ ઘટનાએ અમદાવાદ પોલીસના 'નાઈટ પેટ્રોલિંગ'ના દાવાઓની પોલ ખોલી નાખી છે? ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ કરાવવાની જવાબદારી જેમના શિરે છે, તેવા પોલીસ તંત્રની ગેરહાજરીમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ફૂલીફાલી રહી છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે નોબલનગર અને તેની આસપાસના વિસ્તારોમાં અસામાજિક તત્વોનો જમાવડો વધતો જાય છે. શું આ નબીરાઓને પોલીસનો જરાઈ દર નથી? કે પછી પોલીસ દ્વારા રાત્રિના સમયે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી? તેવા પ્રશ્નો અત્યારે જનતામાં ચર્ચાઈ રહ્યા છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં આ પ્રકારે નશાખોરોનો આતંક સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે મોટું જોખમ ઉભું કરે છે.

કડક કાર્યવાહીની લોકમાગ અને પોલીસની સક્રિયતા
લોકોનું કહેવું છે કે જો આવા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આવનારા સમયમાં જાહેર શાંતિ જોખમાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વીડિયોની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ તંત્ર હવે દોડતું થયું છે અને વાહનોના નંબરના આધારે આ નબીરાઓની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે, હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર ધરપકડ કે ગુનો નોંધાયાની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ જનતા હવે આ મામલે મજબૂત એક્શનની રાહ જોઈ રહી છે.