April 1, 2026
બોલિવૂડ

ભારત છોડો નોરા! સોશિયલ મીડિયા પર કેમ ઉઠી નોરા ફતેહીને ડિપોર્ટ કરવાની માંગ

10:45:00 AM
Save
Mar 24, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ભારત છોડો નોરા! </strong></span>સોશિયલ મીડિયા પર કેમ ઉઠી નોરા ફતેહીને ડિપોર્ટ કરવાની માંગ</p>

બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી હાલમાં એક ગંભીર કાનૂની વિવાદમાં ફસાઈ છે. કન્નડ ફિલ્મ 'કેડી: ધ ડેવિલ'ના એક ગીતમાં તેના પરફોર્મન્સને લઈને વકીલોના એક જૂથ દ્વારા ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આ વિવાદ એટલો વકર્યો છે કે વકીલોએ હવે નોરા ફતેહીને ભારતમાંથી દેશનિકાલ કરવાની માંગણી કરી છે. વકીલોના જૂથ દ્વારા સરકારી વિભાગો અને વિવિધ એજન્સીઓ સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, નોરા ફતેહીએ 'સરકે ચુનર તેરી સરકે' નામના અશ્લીલ ગીત દ્વારા પોતાની વર્ક પરમિટની શરતોનો ભંગ કર્યો છે.

તેમના મતે વિદેશી કલાકારોને મળતી કામ કરવાની મંજૂરીમાં નૈતિકતા અને કાયદાનું પાલન અનિવાર્ય હોય છે. વકીલોના જણાવ્યા અનુસાર, આ ગીતના શબ્દો અને તેનું ચિત્રણ ભારતીય મહિલાઓનું અપમાન કરે છે. આ ગીત દ્વારા જાહેર નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ કારણોસર નોરા ફતેહી વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવા માટે સરકારના વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવી છે.

મૂળ કન્નડ ફિલ્મ 'કેડી: ધ ડેવિલ'ના આ ગીતમાં વપરાયેલા શબ્દો અત્યંત વાંધાજનક અને અશ્લીલ હોવાનું જણાતા કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી આ ગીત પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશ બાદ યુટ્યુબ સહિતના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ ગીતને સત્તાવાર રીતે હટાવી લેવામાં આવ્યું છે. નોરા ફતેહી સાથે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સંજય દત્તે પણ નૃત્ય કર્યું છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે વિરોધ કરી રહેલા વકીલો કે અન્ય કોઈ જૂથ દ્વારા સંજય દત્ત વિરુદ્ધ કોઈ એક શબ્દ પણ કહેવામાં આવ્યો નથી કે તેમની સામે કાર્યવાહીની કોઈ માંગ ઉઠી નથી.