વેકેશન મોડમાં નતાશા! બિકીનીમાં મનમોહક પોઝ આપીને વધાર્યું સોશિયલ મીડિયાનું તાપમાન
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની અને જાણીતી મોડેલ નતાશા સ્ટેનકોવિક ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. નતાશાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો બોલ્ડ અને ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. આ તસવીરો જોતજોતામાં વાયરલ થઈ ગઈ છે. નવી શેર કરેલી તસવીરોમાં નતાશા પૂલ સાઈડ પર મનમોહક પોઝ આપતી જોવા મળે છે. તેણે સ્ટાઇલિશ બિકીની પહેરી છે જે તેની પરફેક્ટ ફિટનેસને ઉજાગર કરે છે.
પૂલના બ્લુ પાણી અને સુંદર લોકેશન વચ્ચે નતાશાનો આ અંદાજ ચાહકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે અને ઇન્ટરનેટનું તાપમાન વધારી રહ્યો છે. અહેવાલો અનુસાર, નતાશા હાલમાં થાઈલેન્ડમાં વેકેશન માણી રહી છે. તે ત્યાંના સુંદર બીચ અને લક્ઝરી રિસોર્ટ્સમાં સમય પસાર કરી રહી છે. આ વેકેશન દરમિયાન તે સતત ફોટા અને વીડિયો શેર કરીને પોતાના ફેન્સને તેની પર્સનલ લાઈફની અપડેટ્સ આપી રહી છે, જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. નતાશા આ વેકેશનમાં એકલી નથી, પરંતુ તેનો પુત્ર અગસ્ત્ય પંડ્યા પણ તેની સાથે છે.
પૂલમાં મા-દીકરાની જોડી મસ્તી કરતી જોવા મળી હતી. નતાશાએ અગસ્ત્ય સાથેના કેટલાક ક્યૂટ ફોટા પણ શેર કર્યા છે, જે દર્શાવે છે કે તે પોતાની મધરહુડ લાઈફને ખૂબ જ એન્જોય કરી રહી છે અને પુત્ર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાના સમાચાર બાદ નતાશા પોતાના જીવનમાં આગળ વધી રહી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને પોતાની સ્ટાઈલ તેમજ ફિટનેસ પર ધ્યાન આપી રહી છે.
તેના ફેન્સ પણ તેને આ રીતે ખુશ અને આત્મવિશ્વાસથી ભરપૂર જોઈને રાજી થઈ રહ્યા છે. નતાશાની આ પોસ્ટ પર ચાહકો લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. કોઈ તેને 'ફિટેસ્ટ મોમ' કહી રહ્યું છે તો કોઈ તેના ગ્લેમરસ લુકના વખાણ કરી રહ્યું છે. અગાઉ પણ નતાશા તેના બોલ્ડ ફોટોશૂટને કારણે હેડલાઈન્સમાં રહી છે, અને આ લેટેસ્ટ પૂલ સાઈડ ફોટાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે સ્ટાઈલ આઈકોન છે.