April 2, 2026
સ્પોર્ટ્સ

IPL માટે આરપારની લડાઈ: શ્રીલંકાના સ્ટાર બોલરે પોતાના જ બોર્ડ સામે ઠોક્યો કેસ, NOC ન મળતા વિવાદ વકર્યો

11:02:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>IPL માટે આરપારની લડાઈ: </strong></span>શ્રીલંકાના સ્ટાર બોલરે પોતાના જ બોર્ડ સામે ઠોક્યો કેસ, NOC ન મળતા વિવાદ વકર્યો</p>

IPL 2026ની સીઝન શરૂ થઈ ચૂકી છે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સ્ટાર ફાસ્ટ બોલર નુવાન તુષારા હજુ પણ શ્રીલંકામાં જ અટવાયેલો છે. વિવાદનું મુખ્ય કારણ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા લેવામાં આવેલો ફિટનેસ ટેસ્ટ છે. બોર્ડના નિયમ મુજબ, જે ખેલાડી ફિટનેસ ટેસ્ટ પાસ ન કરે તેને વિદેશી લીગમાં રમવા માટે 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ'  આપવામાં આવતું નથી. તુષારા આ ટેસ્ટમાં નિષ્ફળ જતાં બોર્ડે તેને IPLમાં રમવાની પરવાનગી નકારી કાઢી છે. પોતાના જ દેશના ક્રિકેટ બોર્ડના આ નિર્ણયથી નારાજ થઈને નુવાન તુષારાએ હવે કાયદાકીય માર્ગ અપનાવ્યો છે. તેણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

તુષારાનો તર્ક છે કે તેનો બોર્ડ સાથેનો સત્તાવાર કરાર 31 માર્ચના રોજ પૂર્ણ થઈ ગયો છે, તેથી બોર્ડ પાસે તેને રોકવાનો કોઈ કાનૂની અધિકાર નથી. તેણે આરોપ લગાવ્યો છે કે બોર્ડ ફિટનેસનું ખોટું બહાનું કાઢીને તેને જાણીજોઈને પરેશાન કરી રહ્યું છે. નુવાન તુષારાને ગત વર્ષે RCBએ ₹1.6 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો. તુષારાએ કોર્ટમાં રજૂઆત કરી છે કે બોર્ડના આ અણઘડ નિર્ણયને કારણે તેને આર્થિક રીતે મોટું નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ, RCBની ટીમ તેની પહેલી મેચ રમી ચૂકી છે અને ડેથ ઓવર્સમાં તુષારા જેવા કુશળ બોલરની ખોટ તેમને વર્તાઈ રહી છે.

લસિથ મલિંગા જેવી અનોખી બોલિંગ એક્શન ધરાવતો આ ખેલાડી ટીમ માટે એક્સ-ફેક્ટર સાબિત થઈ શકે તેમ હતો. આ લડાઈ હવે માત્ર IPL પૂરતી મર્યાદિત રહી નથી. નુવાન તુષારાએ ગુસ્સામાં આવીને શ્રીલંકા ક્રિકેટ બોર્ડનો 'સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ' સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે તે હવે બોર્ડના બંધનોમાં રહેવા માંગતો નથી. આ નિર્ણયને કારણે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર પર મોટા સવાલો ઊભા થયા છે. જો તે કોન્ટ્રાક્ટ નહીં લે, તો ભવિષ્યમાં શ્રીલંકા તરફથી રમવાની તેની તકો નહિવત થઈ જશે.

 નુવાન તુષારા એક અત્યંત પ્રતિભાશાળી બોલર છે, જેણે 30 આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં 8.1 ના ઇકોનોમી રેટથી 36 વિકેટ ઝડપી છે. તેની સ્લિંગી એક્શન અને સચોટ યોર્કર ફેંકવાની ક્ષમતા તેને ઘાતક બનાવે છે. હાલમાં આ વિવાદ સમગ્ર ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે એક તરફ ખેલાડીની ફિટનેસ અને શિસ્ત છે, તો બીજી તરફ ખેલાડીની વ્યક્તિગત સ્વતંત્રતા અને આર્થિક હિતો છે. કોર્ટનો ચુકાદો આ વિવાદમાં નિર્ણાયક સાબિત થશે.