April 1, 2026
ભારત

ઓરેકલનો મોટો આંચકો: એક ઇમેલથી ભારત સહિત વિશ્વભરમાં 30,000 કર્મચારીઓની છટણી

03:28:00 PM
Save
Apr 1, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ઓરેકલનો મોટો આંચકો:</span> એક ઇમેલથી ભારત સહિત વિશ્વભરમાં 30,000 કર્મચારીઓની છટણી</strong></p>

કોઈપણ કર્મચારી માટે વર્ષોની મહેનત બાદ અચાનક નોકરી ગુમાવવી એ આર્થિક કરતા માનસિક રીતે વધુ આઘાતજનક હોય છે. ખાસ કરીને જ્યારે ટેક કંપનીઓ કોઈપણ પૂર્વ સૂચના વગર, વહેલી સવારે માત્ર એક ઇમેલ દ્વારા 'તમારી સેવાની હવે જરૂર નથી' તેવો સંદેશ મોકલે છે, ત્યારે કર્મચારીનો પાયો હચમચી જાય છે.

ભારત પર છટણીની સૌથી વધુ અસર

અમેરિકન ટેક જાયન્ટ ઓરેકલે તેના કોમ્પ્યુટિંગ બિઝનેસમાં ચાલી રહેલા મોટા ફેરફારોને ટાંકીને વૈશ્વિક સ્તરે મોટો કાપ મૂક્યો છે. આ છટણીની સૌથી વધુ અસર ભારતમાં જોવા મળી છે, જ્યાં હજારો પરિવારો પ્રભાવિત થયા છે. સોશિયલ મીડિયા અને રેડિટ જેવા પ્લેટફોર્મ પર કર્મચારીઓએ પોતાની વ્યથા ઠાલવી છે. ઘણા કર્મચારીઓએ 16-16 કલાક કામ કરવા છતાં કંપનીએ તેમને સન્માનજનક રીતે વિદાય આપવાને બદલે માત્ર ડિજિટલ માધ્યમથી છૂટા કરી દેતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

છટણીના મુખ્ય આંકડાકીય મુદ્દા

વૈશ્વિક સ્તરે કુલ છટણી: 30,000

માત્ર ભારતમાં કરવામાં આવેલી છટણી: 12,000

કર્મચારીઓને ઇમેલ મળવાનો સમય: 06:00 AM

કર્મચારીઓનો આક્રોશ અને ભવિષ્યની ચિંતા

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા અનુભવો મુજબ, ઓરેકલના મેક્સિકો અને ભારતના યુનિટ્સને સૌથી વધુ ફટકો પડ્યો છે.એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે મારા પિતા 20 વર્ષથી ઓરેકલમાં કામ કરી રહ્યા હતા, તેમને કેન્સર છે, કંપનીએ તેમને એક પણ ફોન ના કર્યો અને માત્ર એક ઇમેલથી છૂટા કરી દીધા. આ કંપનીઓ ખરેખર રાક્ષસ છે. કંપનીએ આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપવાનું ટાળ્યું છે, પરંતુ ઇમેલમાં 'પદની હવે જરૂર નથી' તેવું કારણ દર્શાવ્યું છે. હજુ પણ અનેક કર્મચારીઓ પર છટણીની તલવાર લટકી રહી છે, કારણ કે આગામી એક મહિનામાં કંપની હજુ વધુ લોકોને છૂટા કરે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.