April 1, 2026
ગુજરાત

ખૌફનાક! વડોદરાના પાદરામાંન 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા મચી દોડધામ

03:19:00 PM
Save
Mar 24, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ખૌફનાક! </strong></span>વડોદરાના પાદરામાંન 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા મચી દોડધામ</p>

વડોદરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના મગરો હવે સીધા રહેણાંક વિસ્તારોમાં પડાવ નાખી રહ્યા છે. પાદરા તાલુકામાં મગરો દેખાવાનો સિલસિલો યથાવત છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે પાદરાના ગવાસદ ગામે એક વિશાળકાય મગર અચાનક આવી ચઢતા ગામમાં અફરાતફરી મચી ગઈ હતી.

શાંત રાત્રિના સમયે મગરના આગમનથી લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને ગ્રામજનો પોતાના ઘરની સુરક્ષા માટે દોડતા થયા હતા. ગવાસદ ગામની નવીનગરી વિસ્તારમાં આશરે 9 ફૂટ લાંબો મગર અચાનક રહેણાંક મકાનો પાસે દેખાયો હતો.આટલો વિશાળ મગર જોઈને લોકો હેબતાઈ ગયા હતા, મગર રસ્તા પર આવી જતાં વાહનચાલકો અને રાહદારીઓમાં પણ ભય વ્યાપી ગયો હતો. મગર દેખાતાની સાથે જ જાગૃત રહીશોએ તાત્કાલિક સ્થાનિક જીવદયા કાર્યકરો અને વન વિભાગને જાણ કરી હતી.

વન્યજીવ પ્રેમીઓ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. રેસ્ક્યુ બાદ મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો ક્યાંય પણ મગર કે અન્ય વન્યજીવ દેખાય તો તેને સ્વયં પકડવાનો પ્રયાસ ન કરવો. આવી સ્થિતિમાં તાત્કાલિક વન વિભાગ અથવા નજીકના રેસ્ક્યુ સેન્ટરનો સંપર્ક કરવો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.