March 31, 2026
આંતરરાષ્ટ્રીય ખબરો

ઉમરાહ વિઝાના બહાને યુરોપમાં ગેરકાયદે ઘૂસણખોરીનો પ્રયાસ: પાકિસ્તાનમાં મુલ્તાન એરપોર્ટ પરથી બે મુસાફરો ઝડપાયા

05:43:00 PM
Save
Mar 31, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ઉમરાહ વિઝાના બહાને યુરોપમાં ગેરકાયદે ઘૂસણખોરીનો પ્રયાસ:</span> પાકિસ્તાનમાં મુલ્તાન એરપોર્ટ પરથી બે મુસાફરો ઝડપાયા</strong></p>

પાકિસ્તાનમાં ઉમરાહ વિઝાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે યુરોપિયન દેશોમાં પ્રવેશવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મુલ્તાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આવા જ એક કથિત પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ઉમરાહ વિઝાનો કવર તરીકે ઉપયોગ કરીને યુરોપ જવાની ફિરાકમાં રહેલા બે મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા છે.

સાઉદી અરેબિયા જઈ રહેલા મુસાફરો પર અધિકારીઓને ગઈ શંકા 

સ્થાનિક મીડિયા અહેવાલો અને FIA ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, મુલ્તાન એરપોર્ટ પર ઇમિગ્રેશન સ્ટાફ દ્વારા બહાર જતા મુસાફરોની રૂટિન સ્ક્રિનિંગની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન સિકંદર આલમ અને નૂર ઇસ્લામ નામના બે પાકિસ્તાની નાગરિકો ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા જવા માટે આવ્યા હતા. જોકે, પ્રારંભિક તપાસ દરમિયાન જ ઇમિગ્રેશન અધિકારીઓને આ બંને મુસાફરો પર શંકા ગઈ હતી, જેના પગલે તેમને વિગતવાર પ્રોફાઇલિંગ માટે સેકન્ડરી સ્ક્રિનિંગમાં મોકલવામાં આવ્યા હતા.

પાસપોર્ટ પર મોરોક્કન વિઝા, સ્પેન જવાનો હતો અસલી પ્લાન

પાકિસ્તાનના અગ્રણી દૈનિક 'ડૉન' ના અહેવાલ મુજબ, સેકન્ડરી સ્ક્રિનિંગ દરમિયાન વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા અધિકારીઓને આલમ અને ઇસ્લામના પાસપોર્ટ પર મોરોક્કન વિઝા લાગેલા જોવા મળ્યા હતા. આ અંગે કડક પૂછપરછ કરવામાં આવતા બંને મુસાફરોએ આખરે કબૂલાત કરી હતી કે તેમનું વાસ્તવિક ગંતવ્ય સ્થાન સાઉદી અરેબિયા નહીં પરંતુ સ્પેન હતું. તેઓ ઉમરાહ વિઝાનો ઉપયોગ માત્ર યુરોપમાં પ્રવેશવા માટે એક ઢાલ તરીકે કરી રહ્યા હતા. આ કબૂલાત બાદ બંને મુસાફરોને તાત્કાલિક અસરથી વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને વધુ કાનૂની તપાસ માટે મુલ્તાનમાં આવેલા FIA ના કમ્પોઝિટ સર્કલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

FIA ની ચેતવણી અને અગાઉ પણ ઝડપાયા હતા આવા કિસ્સા 

FIA ના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ તાજેતરની ઘટના FIA હેડક્વાર્ટર દ્વારા જારી કરવામાં આવેલી તાજેતરની ચેતવણીઓને સમર્થન આપે છે. આ ચેતવણીઓમાં જણાવાયું હતું કે મોરોક્કો મારફતે ગેરકાયદેસર રીતે યુરોપમાં ઘૂસણખોરી કરવા માટે ઉમરાહ વિઝાનો કવર તરીકે ઉપયોગ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ ઇસ્લામાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી નકલી ઓળખપત્રોના આધારે ફ્રાન્સ જવાનો પ્રયાસ કરતા બે પાકિસ્તાનીઓ ઝડપાયા હતા. આ કેસમાં ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ (FBR) ના એક વરિષ્ઠ અધિકારીની સંડોવણી હોવાનું અને સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કરી છેતરપિંડીથી ફ્રેન્ચ વિઝા મેળવવાની સુવિધા પૂરી પાડવાનો આરોપ લાગ્યો હતો.