April 7, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

પંચમહાલ કોંગ્રેસમાં ચૂંટણી લડવા ઉમેદવારોના ફાંફાં: 290 બેઠકો સામે માત્ર 186 દાવેદારોએ નોંધાવી દાવેદારી

01:52:00 PM
Save
Apr 6, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">પંચમહાલ કોંગ્રેસમાં ચૂંટણી લડવા ઉમેદવારોના ફાંફાં: </span>290 બેઠકો સામે માત્ર 186 દાવેદારોએ નોંધાવી દાવેદારી</strong></p>

પંચમહાલ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસ પક્ષમાં ભારે નિરાશા અને ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોની પસંદગી માટે યોજાયેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન પક્ષના કાર્યકરોમાં નોંધપાત્ર ઉદાસીનતા વર્તાઈ છે. જિલ્લાની કુલ 290 બેઠકો સામે માત્ર 186 દાવેદારો જ સામે આવતા પક્ષના મોવડી મંડળમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.

ગઢ ગણાતા વિસ્તારોમાં પણ ઉમેદવારોનો દુષ્કાળ

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ માટે સ્થિતિ અત્યંત પડકારજનક બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની કુલ 290 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, આશ્ચર્યજનક રીતે અનેક બેઠકો પર એકપણ ઉમેદવાર પોતાની દાવેદારી નોંધાવવા તૈયાર થયો નથી. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, જે વિસ્તારો પરંપરાગત રીતે કોંગ્રેસના ગઢ ગણાતા હતા, ત્યાં પણ કાર્યકરોએ ચૂંટણી લડવાથી અંતર જાળવી રાખ્યું છે.

સંગઠનની નબળાઈ કે આત્મવિશ્વાસનો અભાવ?

રાજકીય વિશ્લેષકોના મતે, આટલી મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેવી તે સંગઠનની આંતરિક નબળાઈ અથવા કાર્યકરોમાં આત્મવિશ્વાસના અભાવનું સ્પષ્ટ સંકેત છે. વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ જ્યારે મજબૂત લડત આપવાની વાતો કરી રહી છે, ત્યારે જમીની સ્તરે પાયાના કાર્યકરો જ મેદાનમાં ઉતરવા તૈયાર ન હોવાથી પક્ષની રણનીતિ પર ગંભીર સવાલો ઉભા થયા છે. કાર્યકરોમાં પ્રવર્તતી આ નિષ્ક્રિયતા આગામી ચૂંટણીના પરિણામો પર માઠી અસર કરી શકે તેવી શક્યતા છે.

'આયાતી' ઉમેદવારો શોધવાની નોબત આવશે?

હવે જ્યારે 100 થી વધુ બેઠકો પર કોઈ સત્તાવાર દાવેદાર મળ્યો નથી, ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ માટે બાકીની બેઠકો પર લાયક ચહેરાઓ શોધવા લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષ હવે છેલ્લી ઘડીએ અન્ય સામાજિક આગેવાનો અથવા જરૂર પડે તો અન્ય પક્ષમાંથી આવતા 'આયાતી' ઉમેદવારોને ટિકિટ આપવા અંગે વિચારણા કરી શકે છે.