April 1, 2026
ગુજરાત

પંચમહાલના ઘોઘંબામાં બાળલગ્ન અટકાવી, ચાઈલ્ડ હેલ્પલાઈને પરિવારને ભણાવ્યો કાયદાનો પાઠ

10:52:00 AM
Save
Mar 23, 2026
Share :
<p>પંચમહાલના ઘોઘંબામાં બાળલગ્ન અટકાવી, <span style="color: rgb(224, 62, 45);"><strong>ચાઈલ્ડ હેલ્પલાઈને પરિવારને ભણાવ્યો કાયદાનો પાઠ</strong></span></p>

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના એક ગામમાં યોજાવા જઈ રહેલા બાળલગ્નને અટકાવવામાં ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 ની ટીમને મોટી સફળતા મળી છે. એક જાગૃત નાગરિકના ફોન અને ટીમની ત્વરિત કાર્યવાહીને કારણે 16 વર્ષની સગીરાના લગ્ન અટકાવી તેને કાયદાકીય રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. ઘોઘંબા પાસેના એક ગામમાં સગીર વયની બાળકીના લગ્નનું આયોજન થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર 1098 પર મળી હતી. માહિતી મળતાની સાથે જ પંચમહાલ ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.

લગ્ન મંડપમાં તપાસ દરમિયાન જ્યારે બાળકીના ઉંમરના દસ્તાવેજો ચકાસવામાં આવ્યા, ત્યારે તેની ઉંમર માત્ર 16 વર્ષ હોવાનું બહાર આવ્યું હતું, જે કાયદેસરની 18  વર્ષની મર્યાદા કરતા ઓછી હતી. ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમે સગીરાના પરિવારજનો અને ગ્રામજનોને એકત્ર કરી 'બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ' વિશે વિગતવાર સમજ આપી હતી. 

આ ઉંમર દીકરીના ભણતર અને વિકાસની છે, લગ્નની નહીં ઓછી ઉંમરે લગ્ન કરાવવા એ શિક્ષાપાત્ર ગુનો હોવાની જાણકારી પણ આપવામાં આવી હતી. ટીમના અસરકારક માર્ગદર્શન અને કાયદાકીય ડરને પગલે પરિવારજનોને પોતાની ભૂલ સમજાઈ હતી. પરિવારે લેખિતમાં ખાતરી આપી હતી કે તેઓ દીકરીના લગ્ન અત્યારે નહીં કરે અને દીકરી જ્યારે તે પુખ્ત વયની થાય ત્યારે જ કાયદેસર રીતે લગ્ન કરાવશે. આમ, વહીવટી તંત્ર અને હેલ્પલાઈનની સતર્કતાથી એક માસૂમ બાળકીનું ભવિષ્ય રોળાય તે પહેલા જ બચાવી લેવાયું છે.