April 5, 2026
બોલિવૂડ

પ્રેગ્નન્સી અને બાળકોની દેખરેખ પર પરિણીતિનો નવો શો, પતિ રાઘવે એવું તો શું કહ્યું કે પ્રોમો વાયરલ થઈ ગયો?

01:46:00 PM
Save
Apr 5, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>પ્રેગ્નન્સી અને બાળકોની દેખરેખ પર પરિણીતિનો નવો શો, પતિ</strong></span> રાઘવે એવું તો શું કહ્યું કે પ્રોમો વાયરલ થઈ ગયો?</p>

બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી પરિણીતિ ચોપરાએ માતા બન્યા બાદ મનોરંજનની દુનિયામાં શાનદાર કમબેક કર્યું છે. પરિણીતિ હવે એક હોસ્ટ તરીકે તેના નવા ટોક શો 'મોમ ટોક્સ' સાથે ઓટીટી પ્લેટફોર્મ પર પદાર્પણ કરી રહી છે. આ શોનો પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ પરિણીતિના પતિ અને સાંસદ રાઘવ ચઢ્ઢાની કોમેન્ટે નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. પરિણીતિ ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર આ શોનું ટીઝર શેર કર્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પુત્રના જન્મ બાદ પરિણીતિએ અનુભવેલી સફર અને પેરેન્ટિંગના પડકારો આ શોનો મુખ્ય વિષય છે.

'મોમ ટોક્સ'માં પ્રેગ્નન્સી, બાળકોની દેખરેખ અને માતા બનવા સાથે જોડાયેલા રૂઢિચુસ્ત વિચારો પર ખૂલીને ચર્ચા કરવામાં આવશે. આ શોના વીકલી એપિસોડ ઓટીટી પ્લેટફોર્મ ZEE5 પર પ્રસારિત થશે. શોના પ્રોમોમાં જોવા મળે છે કે નેહા ધૂપિયા, વિક્રાંત મેસી, શીતલ ઠાકુર, ઇમરાન ખાન, ગૌહર ખાન અને દિશા પરમાર જેવા જાણીતા કલાકારો પણ પરિણીતિ સાથે પેરેન્ટહુડના પોતાના અનુભવો શેર કરતા જોવા મળશે.

આ શો માત્ર માતાઓ માટે જ નહીં પરંતુ પિતાઓ માટે પણ પેરેન્ટિંગ સમજવાનું એક માધ્યમ બનશે. પરિણીતિની આ નવી સફરમાં તેના પતિ રાઘવ ચઢ્ઢાએ પૂરતો સહયોગ આપ્યો છે. શોના પ્રોમો પર રાઘવ ચઢ્ઢાએ હૃદયસ્પર્શી કોમેન્ટ કરતા લખ્યું કે, "મને તારા પર ખૂબ ગર્વ છે. અભિનંદન! હું હંમેશા તારી સાથે છું." રાઘવની આ કોમેન્ટને હજારો લોકોએ લાઈક કરી છે અને ચાહકો આ જોડીના 'પાવર કપલ ગોલ્સ'ના વખાણ કરી રહ્યા છે.