April 10, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ક્યાંક નવા ચહેરાઓને પ્રાધાન્ય તો ક્યાંક દિગ્ગજોના પત્તા કપાયા : જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પાટણ જિલ્લાના ભાજપ ઉમેદવારોના નામ પર વાગી મહોર...

09:38:00 AM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ક્યાંક નવા ચહેરાઓને પ્રાધાન્ય તો ક્યાંક દિગ્ગજોના પત્તા કપાયા :</strong></span> જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પાટણ જિલ્લાના ભાજપ ઉમેદવારોના નામ પર વાગી મહોર...</p>

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠક બાદ ભાજપે પાટણ જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે પોતાના ઉમેદવારોના નામો પર અંતિમ મહોર મારી દીધી છે. આ યાદી જાહેર થતાની સાથે જ ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો ક્યાંક ટિકિટ ન મળતા જૂના જોગીઓમાં નારાજગી પણ સ્પષ્ટ વરતાઈ રહી છે. ભાજપે આ વખતે 'નો-રિપીટ થીયરી' અને યુવા જોશને મહત્વ આપીને અનેક બેઠકો પર નવા ચહેરાઓને રણમેદાનમાં ઉતાર્યા છે, જેના કારણે વર્ષોથી પક્ષમાં પકડ જમાવીને બેઠેલા કેટલાક નેતાઓના પત્તા કપાઈ ગયા છે.

જિલ્લાની ભૌગોલિક અને જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી આ યાદીમાં ચાણસ્મા, હારીજ, રાધનપુર, સમી, પાટણ, સિદ્ધપુર, સાંતલપુર, સરસ્વતી અને શંખેશ્વર જેવી તમામ નવ તાલુકા પંચાયતોના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. પક્ષ દ્વારા ખાસ કરીને સામાજિક સંતુલન જળવાય અને છેવાડાના માનવી સુધી પહોંચી શકે તેવા પાયાના કાર્યકરોને ટિકિટ આપવામાં આવી છે. પાટણ અને સિદ્ધપુર નગરપાલિકામાં પણ ભાજપે મજબૂત ઉમેદવારો ઉતારીને વિપક્ષોને મ્હાત આપવાની રણનીતિ ઘડી છે. ખાસ કરીને રાધનપુર નગરપાલિકાની પેટાચૂંટણીમાં પણ ભાજપે કોઈ પણ પ્રકારની કચાસ ન રાખતા લોકપ્રિય ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે.

આ ચૂંટણીમાં પ્રદેશ નેતૃત્વએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સંગઠન માટે સમર્પિત અને જનતાની વચ્ચે રહેનારા કાર્યકરોને જ પ્રાધાન્ય મળશે. જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં લેવાયેલા આ નિર્ણયથી ભાજપમાં નવા લોહીનો સંચાર થયો હોવાનું માનવામાં આવે છે. ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ પાટણ જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને હવે દરેક બેઠક પર રસાકસીભર્યો જંગ જોવા મળશે તે નક્કી છે. ભાજપના કાર્યકરોએ હવે 'કમળ'ને વિજયી બનાવવા માટે પ્રચારના શ્રીગણેશ કરી કરશે તેવું લાગી રહ્યું છે. 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16